________________
ભવાનજીભાઈ, લવજીભાઈ વગેરે આવ્યા હતા. ગામના દરબાર પણ સાથે આવ્યા હતા. તા. ૧૨-૫-૧૯૫૫ : લખપત
આડેસરથી નીકળી લખપત આવ્યા. કચ્છનું આ છેલ્લું ગામ છે. અને કચ્છ પ્રદેશનું આ પ્રથમ સ્ટેશન છે. રાધનપુરની સરહદ અહીંથી શરૂ થાય છે. દરિયાનાં પાણી આવી ન જાય તે માટે મોટો પાળો નાંખ્યો છે.
તા. ૮-૫-૧૯૫૫ થી તા. ૮-૧૨-૧૯૫૫ સુધીની નોધ વિશ્વ વાત્સલ્યમાં પ્રગટ થયેલ લખાણોમાંથી છે. અને..
(તા. ૮-૫-૧૯૫૫થી તા. ૮-૧૨-૧૯૫૫ સુધીની પાલનપુર-ચાતુર્માસની નોટ મળતી નથી. તેથી તા. ૧૫-૧૨-૧૯૫૫થી ડાયરી લખી છે.) તા. ૧૫-૧૨-૧૯૫૫ : સિદ્ધપુર
પાલનપુરના ચાતુર્માસ પૂરા કરી દરેક દિવસ બનાસકાંઠાનાં ગામોનો પ્રવાસ કરી. મહારાજશ્રી સિદ્ધપુર આવ્યા.
અહીં તા. ૧૪,૧૫, ૧૬ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ સંચાલિત કાર્યકર્તા તથા ખેડૂતોનો વર્ગ રાખવામાં આવ્યો હતો. લગભગ ૯૦ સભ્યોની હાજરી હતી. મહારાજશ્રીએ ખાસ કરીને પ્રયોગ વિશે અને પ્રયોગમાં આવતાં શુદ્ધિપ્રયોગોની મીમાંસા કરી હતી. ચાલુ ગણોતસુધારા બિલમાં સરકારે જે પ્રગતિ કરવી જોઈએ, તે નથી કરી. ઊલટું કેટલીક બાબતોમાં પીછેહઠ કરી છે. એ અંગે મહારાજશ્રીને અસંતોષ હતો. તેમણે અને શ્રી રવિશંકર મહારાજે સંયુક્ત રીતે નિવેદન દ્વારા અને વ્યક્તિગત રૂપે મુંબઈ સરકારને બીલ પસાર થતાં પહેલાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. અને ખેડૂત જનતાની અસર પોતાના અનુભવ જણાવ્યા હતા. સરકારે પોતાની રીતે એ બિલ પસાર કર્યું એટલે પ્રજાકીય રાજમાં જનતા પોતાનો વિરોધ કઈ રીતે ઉઠાવે. એનો વિચાર વિનિમય કરવાનો હતો. આ અંગે ભાલનળકાંઠા ખેડૂત મંડળે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. જુદી જુદી રીતે ઘણી ચર્ચાઓ થઈ.
સૌને એમ તો લાગ્યું જ કે, ગણોત બિલમાં ભૂલ તો છે. પણ કોંગ્રેસ સરકાર સામે શુદ્ધિપ્રયોગ દ્વારા આંદોલન કરવાનું એટલે જનતામાં દ્વિધા ઊભી થવાની શંકા બતાવી. મહારાજશ્રીએ એ બધાંની બધી બાજુથી છણાવટ
સાધુતાની પગદંડી
૧૨૭