________________
કરી કહ્યું સરકાર એ કોંગ્રેસને આધીન હોવી જોઈએ. આજે લગભગ સરકારને આધીન કોંગ્રેસ બની ગઈ હોય, એવું થઈ ગયું છે. એમાંથી તેને ગામડાંનું બળ આપી જગાડવી જોઈએ. જનતાને એમ ન લાગવું જોઈએ કે વૉટ આપી સરકાર ચૂંટી એટલે ગમે તે સ્થિતિમાં પાંચ વરસ સુધી તેને કંઈ કહી શકાય નહિ. આપણે તેમાં રહીને પણ કરી શકીએ. તે આવા આંદોલન દ્વારા જાણી શકાશે. પ્રજા અસંતોષને કારણે તોફાનવાદમાં સપડાઈ છે. તેને સારાં સાધનો બતાવવાં જોઈએ. સદ્ભાગ્યે રવિશંકર મહારાજ આ વાતમાં પૂરેપૂરા સહમત થયા છે. પછી તો પ્રયોગ ક્યાં કરવો કેવી રીતે કરવો કેમ કરવો ? તેની ચર્ચાઓ ચાલી. માહારાજશ્રી સ્પષ્ટ માને છે કે, તકવાદી લોકો લાભ લઈ જાય નહીં. કોંગ્રેસની પ્રતિષ્ઠા તૂટે નહિ. વ્યક્તિગત કોઈ ઉપર આક્ષેપ થાય નહિ. કાનૂન ભંગ થાય નહિ કે ધમાલ થાય નહિ, તે રીતે યોગ્ય વ્યક્તિઓ દ્વારા આનું સંચાલન થવું જોઈએ. જે ગામો તૈયા૨ હોય તે વિભાગ પૂરતી મર્યાદા રાખવી. પ્રચાર ચારે તાલુકામાં કરવો. હાલ ધંધૂકા અને ધોળકાનાં પસંદ કરેલ અમુક ગામોમાં પ્રયોગ કરવો. એમ ઠરાવ્યું.
અંતમાં કુરેશીભાઈએ ઉપસંહાર કરતાં જણાવ્યું કે, મારે બેવડી ફરજ બજાવવાની છે. આપણે કોંગ્રેસને તોડવા નહિ પણ કોંગ્રેસને મજબૂત બનાવવા ઉત્સુક છીએ.
સિદ્ધપુરના લોકોએ જે સાથ આપ્યો, તે બદલ આભાર માન્યો, રાત્રે પ્રાર્થના પછી મહારાજશ્રીએ હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને નારી પ્રતિષ્ઠા વિષે જણાવ્યું હતું. પછી બન્ને પક્ષે ઓળખિવિધ થયા બાદ સૌ વિખરાયાં હતાં.
સિદ્ધપુરના લોકોએ મહારાજશ્રીના ભવ્ય સ્વાગતની તૈયારી કરી હતી. પણ માંદગીને લીધે એકાદ દિવસ મોડું આવવાનું થયું. અને તે પણ સીધા જ મુકામે આવ્યા સ્થળ પવિત્ર સરસ્વતીને કિનારે વાણિયાવાડીમાં રાખ્યું હતું. તા. ૧૭, ૧૮,-૧૨-૧૯૫૫ : કામળી
સિદ્ધપુરથી પ્રવાસ કરી અમો કામળી આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. મારી સાથે અંબુભાઈ બન્ને હરિભાઈ, બચુભાઈ,
સાધુતાની પગદંડી
૧૨૮