________________
કહી શકે છે. પણ વેપારી ના કહી શકતો નથી. એટલું રક્ષણ ખેડૂતોને અપાયું છે. આ બધી કાર્યવાહી જોઈ મહારાજશ્રીને સંતોષ થયો. તા. ૨,3,-૭-૧૯૫૪ : ઈશ્વરીયા
અમરેલીથી નીકળી ઈશ્વરીયા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામે ભજનમંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. નાની બાળાઓ સંખ્યાબંધ કળશ લઈને આવી હતી. વરસાદ વરસ્યો હતો. વાવણીનો દિવસ હતો અને તેવા સમયે ગામમાં સંત પુરુષ પધારે એટલે લોકોના આનંદનો પાર નહોતો. મહારાજશ્રીએ સુંદર પ્રવચન કર્યું. ત્યાગની ભાવના જ માનવજાતને સુખ-શાંતિ અર્પે છે. એ સમજાવ્યું. રાત્રે જાહેર સભા થઈ. તેમાં મેં (મણિભાઈએ) ભાલનળકાંઠા પ્રયોગનો ખ્યાલ આપ્યો. પછી મહારાજશ્રીએ ધાર્મિક રીતે સુખી થવાનો ઉપાય બતાવ્યો. એક દષ્ટાંત આપતા તેમણે જણાવ્યું કે, બાઈની કાંખે છોકરું વળગેલું હતું. પણ એને ખ્યાલ ન રહ્યો. એટલે આખું ગામ શોધી આવી બાળક ના મળ્યું એટલે રોવા લાગી. કોઈએ બતાવ્યું કે આ શું છે ? ત્યારે રાજી રાજી થઈ ગયાં. આમ સુખ આપણી પાસે છે. પણ આપણે જોતા નથી. અને બહાર શોધીએ છીએ. ખેડૂતો પાસે શક્તિ છે. માત્ર સંગઠિત થવાની જરૂર છે. જે પ્રયોગ ભાલમાં ચાલે છે તેવો પ્રયોગ તમે અહીં કરો. અને તમને ચમત્કારિક ફાયદો માલૂમ પડશે. આ બધું તમે માત્ર શ્રદ્ધાથી ના કરશો. નહિ તો કાલે અમારી હાજરી નહિ હોય અને બીજો કોઈ બીજી વાત કરશે. તો તમે હાલકડોલક થશો. એટલે શ્રદ્ધાની સાથે બુદ્ધિ ભેળવજો અને સારું લાગે તો કામ કરજો. તા. ૪,૫,૬-૭-૧૫૪ : વરસડા
ઈશ્વરીયાથી નીકળી વરસડા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ઉતારાનું સ્થાન થોડે દૂર હોવાથી અને લોકો અપરિચિત હોવાથી ગ્રામ સંપર્ક બરાબર ના થયો. રાત્રે રોજ ગ્રામસંગઠન અંગે કહેવાયું. ડૉ. રણછોડભાઈ અહીં મળવા આવ્યા હતા. એમણે સર્પ વિશે લોકોને ખ્યાલ આપ્યો હતો. દુનિયામાં સર્પની કેટલીય જાતો છે. એમાંથી ગુજરાતમાં ૨૮ જાતો છે. એમાં ચાર જાત જ ઝેરી છે. દબાય તો
સાપુતાની પગદંડી