________________
અને તે નાશ પામે, એટલે પાપ લાગે. પણ આપણે હવે નવી દષ્ટિથી દરેક પ્રશ્ન વિચારીએ છીએ. સમયની માંગ એવી છે કે, શ્રમ સિવાય કોઈ જીવી શકશે નહિ. શ્રમજીવી માણસ ભૂખે નહિ મરે. તેમ અનીતિ પણ નહિ કરવી પડે. ભણ્યા પછી નોકરી શોધવા જવું પડે. એ શિક્ષણ જ નથી. વિદ્યાર્થીને બધી કળાઓ આવડવી જોઈએ. અન્ન વિજ્ઞાન, વસ્ત્રવિજ્ઞાન અને હુન્નરકળા વિજ્ઞાન. બધું આવડવું જોઈએ. ‘સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમ ધમ· એને બદલે બાપુએ નવી વાત કરી. મારવાનું બિલકુલ છોડી દેવું જોઈએ. મોન્ટેસરીએ આ વાતને વધારે ટેકો આપ્યો. ગાંધીજીએ કહ્યું બાળકોમાં હું સુંદર શક્તિઓ જોઈ રહ્યો છું એને ખીલવવી જોઈએ. સૌરાષ્ટ્રમાં ગિજુભાઈએ બાળકેળવણીમાં ઘણું શોધન કર્યું છે. લોકભારતી જેવી વિદ્યાપીઠ શરૂ થઈ છે.
પહેલાં હું વિદ્યાર્થીઓને પૂછતો કે, ભણીને શું કરશો ? તો એ વખતે કહેતા નોકરી કરીશું. તેને બદલે હવે જવાબ મળે છે. ખેતી કરીશું, સેવા કરીશું, આજે વસ્તી વધતી જાય છે. એ બધાને રોટલો ક્યાંથી મેળવવો એનો વિચાર આજથી જ કરવો જોઈએ. એકલી જમીન ઉપર બધી વસ્તીનું પોષણ થશે ખરું ? અને પોષણ થાય તો આ જમીનમાં કેટલું શોધન કરવું જોઈએ. આ બધાનો વિચાર કરવો જોઈએ.
ગમે ત્યાં ફેંકવામાં આવે તોપણ તમારા મગજમાં એવી શક્તિ ભરી પડી હોય કે જે ભૂખે ના મરે. કોઈને ભારે ના પડે, ઘણા વિદ્યાર્થીઓ નોકરી કરીને પણ પોતાનો ખર્ચ કાઢે છે. ક્યારેક નોકરી કરી લે. એક ઘોડાવાળો ચાલ્યો જાય છે. બાજુમાં એક બાઈ માથે ગાંસડી લઈને ચાલી જાય છે. ઘોડાવાળો કહે છે લાવો તમારી ગાંસડી લઈ લઉં. બાઈએ કહ્યું ભાઈ દયા આવતી હોય તો ઘોડા ઉપરથી તમે જ નીચે ઊતરી જાઓ ને ! મારો બોજો અને તારો બોજો ઘોડા પર પડે છે. શોષણનો ધંધો બંધ કરવો જોઈએ. આજે ખેતી, ગોપાલન અને ગૃહઉદ્યોગ ત્રણ ધંધા છે.
બપોરના ૪-૦૦ થી ૫-૦૦ કાર્યકરોની મિટિંગ મળી હતી. તેમાં સૌએ પોતપોતાની મુશ્કેલીઓ જણાવી. કૉંગ્રેસ તરફ ઓટ આવી છે. હુંસાતુંસી વધારે છે અને પૂરો સમય આપીને કામ કરનારા કોઈ નથી. એટલે કામ થતું નથી. સમાજવાદીઓથી અમલદારો ડરે છે અને એમનું કામ જલદી કરે છે. સાધુતાની પગદંડી
૬૯