________________
તેમનામાં પેઠાં છે. હું ઘણીવાર કહું છું કે ખાતર, પાંચાળમાં ઠેરઠેર પડેલું નજરે પડે છે તેનો ઉપયોગ કરવો જોઈએ.
સૌરાષ્ટ્રમાં લોકો ગમે તેટલું મિષ્ઠાન્ન જમે, પણ પાછળ છાસ ન હોય તો સોદરી નહિ વળે. તેમ ગુજરાતમાં દાળ-ભાત ન હોય તો મિષ્ટાન્ન નકામું. તેમાં કેટલાંક ને ભીખ માગવાની ટેવ પડી છે. ઘણુંય હોય તોપણ ભીખ વગર તેને સંતોષ થતો નથી. તેવી જ રીતે ખેડૂતોને બીજા પ્રકારે એક ટેવ છે. ગમે તેટલું પકવે તોપણ અવેર કરવાનું, બચાવ કરવાનું આવડતું નથી. બધું વપરાઈ જાય, દુકાળ પડે તો દેવું કરે. આ સ્થિતિ બદલવી જોઈએ.
બીજી વાત દરેક વર્ગ પોતપોતાનું સંભાળે છે. ભરવાડ એટલું વિચારે છે. ખેડૂત મરે કે જીવે અમારે તો દૂધ ખાઉં. ભેળ ભલે થાય, મજૂર એમ વિચારે કે મને રોજી મળે એટલે બસ. ધણી ના દેખે એટલે ભૂંગળી પીવા બેસી જાય. ગરાસદાર પોતાનું જ હિત જુએ. વેપારી પોતાનું જ જુએ. આમ સૌ નોખા નોખા જીવે છે. એટલે કોઈનું કલ્યાણ થતું નથી. બધા સાથે મળીને જીવે, મોટો છે કે જે નાના માટે ઘસાય, બહેનો ઘરેણાંનો મોહ છોડે, આમ આપણે સંગઠિત થઈએ તો બધા સુખી થઈએ. છેવટે તો સ્ત્રી અને સ્ત્રી-પતિનો મેળ પાડવાનું કામ ગામડાંએ કરવાનું છે. ભગવાન આપણને એવું બળ આપે. તા. ૨૯-૧૧-૧૫૪ : શિવરાજપુર
વાંકીઆથી નીકળી શિવરાજપુર આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો પંચાયતી ઑફિસે રાખ્યો હતો. જસદણથી પ્રતાપગિરીભાઈ અને બીજા કાર્યકરો અગાઉથી આવી ગયા હતા. બહેનો કળશ લઈને સ્વાગત માટે આવી હતી. ગામને ધજાપતાકાથી શણગાર્યું હતું.
સભામાં પ્રથમ પ્રતાપગિરીભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું કે તમો સૌએ જે ઉત્સાહજનક સ્વાગત કર્યું તે બદલ મારો સંતોષ વ્યક્ત કરું છું. આપણા દેશમાં એ વિશિષ્ટતા છે તે એ કે, જે સંત-સાધુ પોતાના લાગે છે તેને માટે બધું કરી છૂટવા તૈયાર હોય છે. આપણે ગોવિંદનું નામ લઈએ કે રણછોડનું નામ લઈએ સૌ એક જ સાધુતાની પગદંડી
૧૦૯