________________
ભંગીવાસની મુલાકાત લીધી. બપોરના ૩-૦૦ વાગ્યે આજુબાજુના ખેડૂતો, સરપંચો અને કાર્યકરોની એક સભા રાખી હતી. લગભગ ૩૪ ગામના આગેવાનોએ હાજરી આપી હતી. તેમાં નરસિંહભાઈ ગોંધિયાએ અને પછી મહારાજશ્રીએ ખેડૂત મંડળની રચના વિશે સમજાવ્યું હતું. - સવારના ૧૦-૩૦ વાગ્યે જસદણના દરબાર તેમના યુવરાજ જમાઈ અને ભત્રીજા સાથે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. એમની ઇચ્છા મહારાજશ્રીને ભિક્ષાએ લઈ જવાની હતી. પણ મહારાજશ્રીનો નિયમ ભિક્ષા બિનમાંસાહારીને ત્યાંથી લેવાનો હોવાથી એ શક્ય ન બન્યું. દરબારે ગ્રામઉદ્યોગની બાબતમાં સારો રસ લીધો હતો. રાત્રે ૮ વાગ્યે ઢેબરભાઈ મહારાજને મળવા આવ્યા હતા. સીધા આવી પ્રાર્થનામાં હાજરી આપી. સાથે જયાબહેન હતા. આજે ઢેબરભાઈ સાથે વાતો કરવાની હતી. એટલે પ્રાર્થના પછીનો કોઈ કાર્યક્રમ રાખ્યો નહોતો. દારૂબંધી, વનસ્પતિ ઘી, ભાષા, ગ્રામ સંગઠન અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રશ્નો, ઢસા પ્રકરણ અંગે મોડા સુધી વાતો થઈ હતી. તા. ૨, ૩-૧૨-૧૯૫૪ : ક્મળાપુર
જસદણથી નીકળી કમળાપુર આવ્યા. અંતર આઠ માઈલ હશે. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. ગામને શણગાર્યું હતું. જસદણ દરબારનાં રાણીબાના નામ ઉપરથી કમળાપુર નામ રાખ્યું છે. રાત્રે જાહેરસભા થઈ. પ્રભાતગિરીભાઈ, મામલતદાર, બ્લોક ઓફિસર વગેરે આવ્યા હતા.
ગઈ કાલે સેટલમેન્ટ કમિશનર પ્રકાશચંદભાઈ મળવા આવ્યા હતા. તેમણે મહારાજશ્રી અને ગુરુદેવને સાયલા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. એ માટે ચોટીલાથી કાર્યક્રમ અંગે બે ભાઈઓ આવ્યા હતા. અહીંના ખોજા ભાઈઓ પાકિસ્તાન ચાલ્યા જવાથી એમનાં મકાનો ખાલી પડ્યાં છે. તા. ૪, ૫-૧૨-૧૯૫૪ : ઢોકળવા
કમળાપુરથી નીકળી ઢોકળવા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો કાઠી દરબારને ઉતારે રાખ્યો હતો. રાત્રે જાહેરસભા થઈ હતી. તા. ૬-૧૨-૧૫૪ : ગઢેચી
ઢોકળવાથી નીકળી ગઢેચી આવ્યા. અંતર સાડા આઠ માઈલ હશે. વચ્ચે ૧૧૨
સાધુતાની પગદંડી