________________
વિદ્યાર્થીઓએ અને બીજા ભાઈઓએ પણ ખૂબ પ્રેમ બતાવ્યો છે. સાથોસાથ હું જે સ્થાનમાં ઊતર્યો છું એ સ્થાનના વહીવટદારોનો મારે આભાર માનવો જોઈએ. કારણ કે હું જે પંથ ખેડી રહ્યો છું તેમાં ઘણા જૈન ભાઈબહેનો સહમત નથી. મારા પંથે હું ચાલી રહ્યો છું. તે ધર્મયુક્ત છે કે નહિ ? તેની વિમાસણ કેટલાયને થયાં કરે છે. કારણ એ છે કે છેલ્લા વર્ષોમાં ધર્મ અને વ્યવહારને છૂટાછેડા થઈ ગયા છે. ધર્મનું ખાનું અને વ્યવહારનું ખાનું જુદું પડ્યું છે. બાપુએ આમાં ઘણું માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું રાજકારણ પણ સત્ય અને અહિંસા સિવાય ચાલી શકે નહિ, તો વ્યવહાર તો ચાલે જ ક્યાંથી ? સત્ય વગર આપણી પળ પણ ન વહેવી જોઈએ. તેમણે મોટી સલ્તનતને અહિંસક સાધનો દ્વારા દૂર કરી. ધર્મ એવી તકલાદી ચીજ નથી કે કોઈ અમુક ક્ષેત્રને ટચ કરવાથી નંદવાઈ જાય કે અભડાઈ જાય ! આ પ્રયોગ ધર્મગુરુઓને સ્પર્શતો નથી ? એમણે શું આ આચરવા જેવો નથી ? હું એ પંથ ઉપર પગલાં પાડી રહ્યો છું એમ મને લાગે છે. સૌનો આદર અને સ્નેહ છે, પણ પૂરતી એકમતી નથી. છતાં તેમણે આ સ્થાન આપ્યું. એ બદલ મારો સંતોષ વ્યક્ત કરું છું. મારે જૈન-જૈનેતરને એક જ વાત કરવાની છે કે, જૈન-જૈનેતરના ભાગલાં પાડી શકાતાં નથી. સૌ વિશ્વના સંતાન છીએ. એક જ પંથના સૌ પ્રવાસીઓ છીએ. કોઈ એક ડગલું પાછળ હોય તો તેને હાથ આપે, થોડાં પોતાને સાથે લે. જૈન ધર્મ તો વિશ્વધર્મ છે. એટલે એની ફ૨જ પણ વધારે છે. એમાં જેટલી કચાશ તેટલી ઝાંખપ લાગે છે. ધર્મસ્થાનકો દરેક સંપ્રદાયના ધર્મ ગુરુઓ માટે આશ્રયસ્થાન હોવાં જોઈએ.
સહઅસ્તીત્વનો સિદ્ધાંત આપણે સ્વીકાર્યો છે. મંતવ્યો જુદાં હોઈ શકે પણ મતભેદ ના રહેવો ઘટે. આજે સામ્યવાદ કે સંસ્થાનવાદ, મૂડીવાદ કે બીજા વાદ એ હિસાબે બેસી શકે છે. સ્વામી વિવેકાનંદ યુરોપ ગયા ત્યારે એક પ્રશ્ન પુછાયો. ધર્મ એક છે, ઈશ્વર એક છે તો આટલાં બધાં ભાગલા શા માટે ? ત્યારે તેમણે કહ્યું, દરેકનું સહઅસ્તિત્વ છે. ભાગલા છે, એટલે તો ભારતવર્ષમાં સંસ્કૃતિની કદર છે. નહિ તો સરમુખત્યારી આવી ગઈ હોત, આ વાત આપણે સમજવી જોઈએ. ફરી તમારા બધાંનો સ્નેહ જોઈને સંતોષ વ્યક્ત કરું છું. અહીંના મુખ્ય કાર્યકર ગોકળભાઈ પરમાર છે. સાધુતાની પગદંડી
૧૧૯