________________
તા. ૧૯, ૨૦-૧૨-૧૫૪ ઃ જડેશ્વર
વાંકાનેરથી નીકળી જડેશ્વર આવ્યા. અંતર સાત માઈલ, ઉતારો મંદિરમાં રાખ્યો હતો. અમારી સાથે મહારાજશ્રીનાં સંસારી મણિબહેન, કંચનબેન, ભાનુબહેન, દિવાળીબહેન વગેરે આવ્યાં હતાં. બપોરના નૌત્તમભાઈ ખંઢેરિયા એમના પત્ની દૂધીબહેન વગેરે આવ્યાં હતાં.
અહીં કોઈ વસ્તી નથી. માત્ર જડેશ્વરદાદાનું મહાદેવનું મંદિર છે. ખૂબ રમણીય સ્થાન છે. મંદિરનું પોતાનું વૉટર વર્કસ, ઇલેક્ટ્રિસિટી વગેરે છે. ઘણી જ વિશાળ જગ્યા છે.
હું (મણિભાઈ), મીરાંબહેન અને કંચન અહીંથી ટોળ જે મહારાજશ્રીનું જન્મસ્થાન છે. ત્યાં જઈ આવ્યાં. ત્રણ માઈલ દૂર છે. ત્યાં માજીના સ્મરણરૂપે પાદરે ઓટો બંધાયેલો છે. અને મહારાજશ્રી જે હનુમાન દેરીમાં વારંવાર બેસતા તે દેરી પણ હજી છે. એમનું મકાન પણ એમ જ છે. એક ભાઈએ સાકર ભરી દરબાર પાસેથી રાખેલું તે હમણાં પ્રાયોગિક સંઘે રૂ. ૫૧ આપી ખરીદી લીધું છે. આજે કનકવિજયજી મહારાજ ઠા.૬ આવ્યા હતા. બધાને અરસપરસ મળતાં આનંદ થયો. ખંઢેરિયાએ આજે પોતા તરફથી જમણ કરાવ્યું હતું. તા. ૨૧-૧૨-૧૯૫૪ : ધૂનડા
જડેશ્વરથી નીકળી ધૂનડા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો એક ખાલી મકાનમાં રાખ્યો હતો. આજે અંબુભાઈ, કાશીબહેન આવ્યાં હતાં. રાત્રે ચોરા આગળ સભા થઈ હતી. તા. ૨૨-૧૨-૧૯૫૪ : મોરબી
ધૂનડાથી નીકળી મોરબી આવ્યા. અંતર સાડા સાત માઈલ. ઉતારો પૌષધશાળામાં રાખ્યો હતો. હંટર ટ્રેનિંગ કોલેજના શિક્ષકોએ અને પટેલ બોર્ડિંગના વિદ્યાર્થીઓએ ઘણે દૂર આવી સ્વાગત કર્યું. ૩-૩૦ વાગ્યે હંટર ટ્રેનિંગ કોલેજનું અને પછી પટેલ બોર્ડિંગમાં પ્રવચન રાખ્યું હતું. સાંજના પૌષધશાળામાં જાહેરસભા થઈ હતી. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે લગભગ બે વરસ પછી મોરબીમાં આવવાનું થાય છે. એ વખતે શિક્ષક ભાઈઓએ ખૂબ પ્રેમ બતાવ્યો હતો. હજી આજે પણ એ ભાઈઓએ, ખેડૂત છાત્રાલયના ૧૧૮
સાધુતાની પગદંડી