________________
બાબતમાં એમણે કહ્યું કે ઉપવાસની ખબર અમોને વહેલી નહોતી પડી એટલી હદ સુધી ના જવા દેત. વજુભાઈ અને ભીમભાઈ જેવા કહેતાં હોય તે મહેન્દ્રભાઈએ માનવું જોઈએ.
એક પ્રાર્થના પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, ક્રાંતિનો સામાન્ય અર્થ પરિવર્તન થાય છે. પણ પરિવર્તન કોનું અને કેવી રીતે એ મોટો સવાલ છે. ધર્મના જોડાણ વગરનો ફેરફાર વાસ્તવિક બનતો નથી. જે ફેરફાર પોતાના અંગત અને સામાજિક જીવનને સ્પર્શતો નથી ત્યાં સુધી એ ફેરફારને ક્રાંતિ કહી શકાતી નથી. એટલે આપણે એની સાથે ધર્મ શબ્દ લગાડીએ છીએ. ધર્મના જોડાણ સિવાય થયેલાં ફેરફારો લાંબો વખત ટકતાં નથી. અને તેમાં હિંસા આવી જવાનો પૂરો ભય છે. એવી જ રીતે જે ફેરફારો સમાજને સ્પર્શતા નથી તે ફેરફારો અપૂર્ણ છે. દા.ત., રશિયાચીનમાં જે ફેરફાર થયા છે તેને આપણે ક્રાંતિ કહીએ કે કેમ ? એ સવાલ છે. ત્યાં સત્તા ઉપર અમીર હતા એને ઠેકાણે મજૂર આવ્યા. સત્તાની ફેરબદલી થઈ. પણ મૌલિકતા ન આવી. સત્તા તો રહી જ. અને હિંસાથી આ બન્યું. એટલે એ ધર્મક્રાંતિ ના થઈ. આને આપણે સામાન્ય ફેરફારો કહી શકીએ. માણસને જેમ અન્નજળ જોઈએ તેમ માણસના મનને સમાધાન પણ જોઈએ. સુખ સગવડથી તેને શાંતિ મળતી નથી. પણ બીજી ઘણી વસ્તુઓ મન શાંતિ માટે જોઈએ.
ભારતમાં ફેરફારો તો ઘણા થયા છે પણ એમાં તમે ઘણી વિશેષતા જોશો. દા.ત., વ્યક્તિગત સ્વાતંત્ર્ય, જે વર્ગનું શાસન હતું તેવા વર્ગો પોતાનું સ્વાતંત્ર્ય બરાબર ભોગવી શકે છે.
કેટલાંકને તો મોટા સ્થાન આપવામાં આવ્યાં છે. રાજાઓ, જમીનદારો બ્રિટિશરો બધાંની સાથે સારા સંબંધો રાખતા. હિંસા બહુ ઓછી થઈ. ચૌરાચૌરી જેવા પ્રસંગો અને બંગાળી યુવાનોના પ્રસંગો બન્યા. પણ એમાંથી એ અટકી ગયા.જેમ ગાંધીજીએ આ બંનેના વિચારોને પકડીને પરિવર્તન કર્યું. એમ કરેલી ક્રાંતિમાં આ બંને વિચારોનું જોડાણ નહિ રહે તો આ દેશ આંટીઘૂંટીમાં અટવાઈ જવાનો એટલે પ્રધાન કાર્ય એ હોવું જોઈએ કે ક્રાંતિની સાથે ધર્મ અને સમાજ છે કે નહિ.
સાધુતાની પગદંડી
૧૨ ૧