________________
તા. ૨૩-૧૨-૧૯૫૪ : બેલા
મોરબીથી નીકળી બેલા આવ્યા. અંતર સાડાસાત માઈલ. ઉતારો જૈન મંદિરમાં રાખ્યો. અમારી સાથે ગોકળભાઈ, હરિભાઈ, કચ્છથી આવેલા મણિભાઈ સંઘવી પણ હતા. - સાંજના ભૂમિ-વિતરણનો સમારંભ થયો. તેમાં મહારાજશ્રીએ હાજરી આપી. ૧૩ ભાઈઓને ભૂમિવિતરણ થયું. જમીન સારી કોટીના હિસાબે સરખા ભાગ પાડ્યા હતા અને નંબર ચિઠ્ઠીઓ નાખી બાળક પાસે ઉપડાવી જેને ભાગે જે બ્લોક આવે એ આપી. તા. ૨૪-૧૨-૧૯૫૪ ઃ જેતપુર
બેલાથી નીકળી જેતપુર આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. તા. ૨૫-૧૨-૧૯૫૪ : ખાદ્રેચી
જેતપુરથી નીકળી ખાખરેચી આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો સ્ટેટના બંગલામાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું. આજે અહીં વિકાસ બ્લોકનું ઉદ્દઘાટન તેમજ રવિશંકર મહારાજની છબી અનાવરણ કરવાનો કાર્યક્રમ હતો. રતુભાઈ અદાણી વિકાસ પ્રધાન આવ્યા હતા. કલેક્ટર, ડી.એસ.પી. વગેરે પણ હતા. ગામની ઇચ્છા હતી કે મહારાજશ્રી હાજરી આપે તો સારું. ગોકળભાઈએ તો મોરબીથી જ કહ્યું હતું. પણ સમય ૯-૩૦નો હતો. અને એ સમયે અમે પહોંચી શકીએ તેમ હતું નહિ એટલે સભામાં અંતરાય ના પડે એ માટે અમે ૧૧ વાગ્યે આવવું એમ નક્કી કર્યું. પણ રતુભાઈએ અમે આવવાના છીએ એમ માનીને અડધો કલાક મોડું કર્યું અમે આવ્યા ત્યારે સમારંભ ચાલતો હતો. મહારાજશ્રીએ તેમાં હાજરી આપી અને પ્રાસંગિક કહ્યું.
બપોર પછી રતુભાઈ અદાણીએ મહારાજશ્રી સાથે કેટલીક વાતો કરી. તેમાં પંચાયતો હોટેલો બંધ કરે તો સરકાર મદદ કરશે. ન્યાયની બાબતમાં પણ કોર્ટ દખલ ન કરે તે માટે વિચારે છે. બીજું ઘંટી કે ફલોર માટે (મધ્યસ્થ સરકાર)નો ઉદ્યોગ નીતિને નામે વાંધો આવે છે. રાષ્ટ્રપતિ અંગત રીતે ગ્રામ ઉદ્યોગમાં માને છે. પણ રાજ્યની રીતે મુશ્કેલી છે. ઢસા પ્રકરણ
૧ ૨૦
સાધુતાની પગદંડી