________________
નિશાળમાં રાખ્યો હતો. લોકોએ ભજન મંડળી સાથે ખૂબ સુંદર સ્વાગત કર્યું હતું. પ્રાસંગિકમાં તેમણે જણાવ્યું કે લગભગ ચાર માસથી હું કચ્છમાં ફરી રહ્યો છું. દુનિયામાં જે ચાલી રહ્યું છે. એની અસર આપણને થાય છે. આપણને આપણું ભાન થતું આવે છે. બધો આધાર સરકાર ઉપર રાખવાથી આપણું કામ નહિ ચાલે. ભારતમાં પાંચ લાખ ગામડાં છે. તેમાં જાતમહેનત કરીએ છીએ. ત્યારે આંખોમાંથી અમૃત વરસે છે. ત્યારે જે આનંદ થાય છે. તે પૈસાથી નથી મળતો. ધનની કિંમત વધઘટ થયાં કરે છે. માણસની કિંમત ના ઘટવી જોઈએ. તેની કિંમત ત્યારે અંકાય જ્યારે માણસાઈ આવે. માણસાઈ આવ્યા પછી ઇર્ષા-અદેખાઈ, કુસંપ, અન્યાય ચાલ્યાં જાય છે. આખી હવા બદલાઈ જાય છે. આજે પણ આપણે વ્યસનના ગુલામ થઈ ગયાં છીએ. રસ્તામાં એક છોકરો બીડીની ભીખ માગવા લાગ્યો. મા-બાપ આ બધું શીખવે છે. જો આપણે જાત મહેનત કરી નીતિથી જીવીએ તો બધાં સુખી થઈએ. તમે બધા આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો અને ઊંચનીચના ભેદ રાખ્યા સિવાય સાથે બેઠા છો. તેથી મને આનંદ થાય છે. આભડછેટ આપણે ત્યાં હતી જ નહિ. તમારો આવકાર અને સત્કાર જોઈને મારો સંતોષ વ્યક્ત કરું છું.
બપોરના યુવકમંડળના સભ્યો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ રાપર તાલુકા ખેડૂતમંડળની કારોબારી સાથે વિઘોટી પ્રશ્ન અંગે અને મંડળની નીતિ અંગે વાતો કરી હતી.
મહારાજશ્રી અહીં ચાતુર્માસ હતા તે વખતે વરસાદની અછત હતી. મોલ સુકાઈ રહ્યો હતો. ખેડૂતોનાં દિલ ઊંચા નીચાં થતાં હતાં. આવે સમયે માણસ પાસે બીજો શું ઉપાય હોય ? છેવટે તો નોંધારાનો આધાર એવા ભગવાનનું શરણું જ કંઈક આશ્વાસન આપી શકે. ગામલોકોએ નક્કી કર્યું કે વરુણ ભગવાનને રીઝવવા, ગામે અગતો પાળવો, ઊજાણી કરવી અને જાહેર અખંડ કીર્તન કરવું. તૈયારીઓ થઈ ગઈ. ભજનોની ૨મઝટ ચાલી. હિરજનો પણ કેમ બાકાત રહે શકે ? કેટલાક યુવાનો તૈયાર થઈને ભજન મંડળીમાં સામેલ થવા આવ્યા. પણ ભગત સાથે હિરજન કેવી રીતે બેસી શકે ? ભગત તો પવિત્ર કહેવાય અને પવિત્ર માણસ હિરજનને અડે તો અપવિત્ર બની જાય, વળી ઉજળિયાતોનો મોભો પણ ન રહે એટલે તેમણે હિરજનોને જાકારો દીધો.
૧૨૪
સાધુતાની પગદંડી