________________
બીજાનું શોષણ ના થાય પણ પોષણ થાય એવી જાતનું જીવન ગોઠવવું તેનું નામ સેવા. રેંટિયાનું શાસ્ત્ર આપણને આવી સેવા બતાવે છે.
રશિયામાં એક શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછેલું કે એક રૂપિયાની ચીજના પાંચ રૂપિયા ઉપજયાં તો કેટલો નફો થયો ? આપણે કહીશું ૪ રૂપિયા, ત્યાં એમ નથી. તેને કહ્યું છ મહિનાની જેલનો નફો મળે. આ બધું આપણે સમજવું જોઈએ. ગ્રામસંસ્કૃતિમાંથી આ શિખાય છે. પણ આપણે ગામડાંમાં જઈએ છીએ તો કઈ દૃષ્ટિ લઈને જઈએ છીએ ? એક સુંદર સ્ત્રીનું શબ પડ્યું છે. એક માણસ ઘરેણાંનો લોભ કરે છે. બીજો સુંદરતા જોઈને વિકાર પોષે છે, ત્રીજો વૈરાગ્યની ભાવના પોષે છે. વિચારે છે કે છેવટે તો આ દશાને ! આમ વસ્તુ એક પણ દરેકની ઈચ્છા મુજબ ભાવ કાઢે છે. ગામડાંમાં કેટલાંક પૈસા કમાવવાની દૃષ્ટિથી જાય છે, કેટલાક ગામ સંસ્કૃતિ શીખવા જાય છે, કેટલાક રોફ બતાવવા જાય છે. હક્કની રોટી ખાવી એ મહત્ત્વની વસ્તુ છે. કેટલાક કહે છે કે સરકાર યંત્રોને ટેકો આપે છે. બીજી બાજુ ગ્રામઉદ્યોગની વાત કરે છે. પણ એનો જવાબ એ છે કે તમારા બધા ઉપર શાના કપડાં છે ? તા. ૧૨-૧૨-૧૯૫૪ : ડોળીયા
સાયલાથી પૂ. નાનચંદ્રજી મહારાજ અને લોકોની વિદાય લઈ વખતપુરમાં બપોર સુધી રોકાઈ, સાંજના ડોળીયા આવ્યા. અંતર બધું મળીને સાડા નવ માઈલ. રાત્રે જાહેર સભા થઈ. તા. ૧૩-૧-૧૯૫૪ : ચોરવીરા
ડોળીયાથી નીકળી ચોરવીરા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. અરવિંદભાઈ જોષી અને ભૂપતભાઈ સાથે હતા. તા. ૧૪-૧૨-૧૫૪ : થાન
ચોરવીરાથી નીકળી થાન આવ્યા. અંતર નવ માઈલ. અરવિંદ જોશી સાથે આવ્યા હતા. ઉતારો પોટરીના બ્લોકમાં રાખ્યો હતો.
બપોરના પરશુરામ પૉટરી વર્ક્સનું કારખાનું જોયું. મેનેજરે સાથે ફરી બધું બતાવ્યું. અહીં પથ્થર વગેરે મિક્સ કરીને બરણી કપ, સૉસર, જાજરૂનો સામાન, ટબ-સિન્ક વગેરે બનાવે છે. રાત્રે પોટરીમાં જાહેર સભા થઈ.
સાધુતાની પગદંડી
૧૧૬