________________
એનું કારણ એ છે કે બીક ગઈ કે ભૂત ગયું.
તા. ૮-૧૨-૧૯૫૪ : સેજક્કુર
ધાંધલપુરથી નીકળી સેજકપુર આવ્યા. અંતર છ માઈલ. લોકો દૂર સુધી સામે આવ્યા હતા. રાત્રે જાહેરસભા થઈ. મહારાજશ્રીએ ગ્રામસંગઠન અને દોંગાઈ માટે કહ્યું, અહીં સુંદર વાવ છે. નવલખો કરીને જૂની સુંદર કારીગરીવાળી ઇમારત છે.
તા. ૯-૧૨-૧૯૫૪ : દખતપુર
સેજકપુરથી નીકળી દખતપુર આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો પંચાયત કચેરીએ રાખ્યો. સાંજના વઢવાણથી નાથાભાઈ ‘ફૂલછાબ’વાળા, ભાનુભાઈ ‘સમય’વાળા અને બીજા કાર્યકરો મળવા આવ્યા હતા. અહીં એક કણબીના બે દીકરાને બાજુના ગામના માથાભારે કોળીએ માર્યા છે. તેમને ઘેર જઈ આશ્વાસન આપ્યું.
તા. ૧૦, ૧૧, ૧૨-૧૨-૧૯૫૪ ઃ સાયલા
દખતપુરથી નીકળી સાયલા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો વેદમંદિરમાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું. ઉતારે આવતાં પહેલાં રસ્તામાં પૂજ્ય નાનચંદ્રજી મહારાજનાં દર્શન કરી આવ્યા. રાત્રે જાહેરસભા થઈ.
અહીંયાં આવવાનું મુખ્ય પ્રયોજન તો ગુરુદેવ જ્ઞાનચંદ્રજી મહારાજનાં દર્શન કરવાનું હતું. પોતાની રચનાત્મક પ્રવૃત્તિ, રૂઢિચુસ્ત જનસમાજને ઓછી ગમે અને એ રીતે ગુરુદેવની પાસે જતા કોઈનું દિલ ન દુભાય એ કાળજી રાખવાની હતી. પણ પાનાચંદભાઈ મારફત ગુરુદેવની ઇચ્છા જાણ્યા પછી જવાનું થયું. બે દિવસ બંને સંતો વચ્ચે ઠીક ઠીક નિખાલસતાથી ઘણી વાતો થઈ. બપોરે ગુરુદેવે મારી (મણિભાઈ) પાસે ગ્રામસંગઠનની વાતો રસપૂર્વક સાંભળી. બીજી પણ કેટલીક વાતો કરી. આ વખતે નિવાસ જુદો રાખ્યો હતો. મીરાંબહેનને સંકોચ થવાથી આવ્યાં ન હતાં. પણ નજીકના ગામ વખતપુર રોકાયાં હતાં. ગુરુદેવે આગ્રહ તો કર્યો જ કે એ ન આવે તે ના ચાલે. તમારે બોલાવવાં જોઈએ. આવવા ચિઠ્ઠી લખી પણ તેમને મોડી મળી.
એક દિવસ જાહેરસભા થઈ. બીજે દિવસે પ્રશ્નોત્તરી રાખી હતી. મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જૈન બહેનોની મોટી સંખ્યા અગાઉથી આવી
સાધુતાની પગદંડી
૧૧૪