________________
તા. ૩૦, અને ૧-૧૨-૧૯૫૪ ઃ જસદણ
શિવરાજપુરથી નીકળી જસદણ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો એક ખાલી બંગલામાં રાખ્યો હતો. નક્કી કરેલા સમય કરતાં વહેલા આવ્યા. એટલે પાદરે થોડું રોકાયા હતા. ગામે ખૂબ ધામધૂમથી સ્વાગતની તૈયારી કરી હતી. ઢોલ અને ભજનમંડળી, વિદ્યાર્થી ભાઈબહેનો અને શહેરીઓ આવ્યા હતા. સરઘસ શહેરમાં ફરીને મુકામે આવ્યું. ચોકમાં સભા થઈ.
મહારાજશ્રીએ જણાવ્યું કે, જસદણ એક કસ્બાનું ગામ છે. ગામડાં, કા, નગરો અને મહાનગરોનો આ દેશ બનેલો છે. આપણે ગામડાંના ઉદ્યોગોને ટેકો આપતા તે વખતે યંત્રો નહોતાં આવ્યાં. એટલે તે વખતની સ્થિતિ અને આજની સ્થિતિમાં ઘણો ફેર લાગે છે. ગામડાના ઉત્પાદનનું રૂપાંતર કરવાનું હોય ત્યારે કસબા કરતાં પણ જયારે તે માલ મોટા શહેરોમાં ઠલવાતો ચાલ્યો. ત્યારે કસ્બાઓ માત્ર દલાલી જ કરતા ચાલ્યા છે. જસદણનું રાજ હવે લોકોના હાથમાં આવ્યું છે. નવા મૂલ્યાંકન સ્થપાય છે. ગામડાં તાજાં થવા આવે છે. પણ આપણી ઉપરની પ્રક્રિયા બદલાશે નહિ ત્યાં સુધી ગામડાંઓમાં સાચું તેજ આવશે નહિ. અત્યારે સમાજનું શીર્ષાસન થઈ ગયું છે. તેને સીધી સ્થિતિમાં મૂકવો હોય તો મધ્યમવર્ગ અને કસ્બાને વધારે નમવું પડશે. કાચા માલનું રૂપાંતર કઆમાં થશે. સહકારી ધોરણે બધું ચાલશે. આ વિચાર નહિ આવે તો આપણે અકળાઈએ છીએ એટલે હજુ વધારે અકળાઈશું.
બપોરના નાગરિકો સાથે વાર્તાલાપ રાખ્યો હતો. તેમાં આજે વેપારીઓનું સ્થાન, ગોપાલક મંડળનો ખ્યાલ અને ગૌવધ પ્રતિબંધ વિશે ચર્ચા થઈ હતી. ગોવધ પ્રતિબંધ સૌ કોઈ ઇચ્છે છે. પણ સાથોસાથ ગૌરક્ષા થવી જોઈએ. ગૌરક્ષાની વાત આવે એટલે ગૌચર ને ગોપાલકનો પ્રશ્ન આવે છે. જમીનો ઓછી થાય, એટલે પાકના ભાવો વધારે આપવા તે જનતાની ફરજ બની રહે છે. ગાયના ઘી, દૂધનો ભાવ વધારે આપવો. નબળા ઢોરની રક્ષા કરવી વગેરે કહ્યું હતું.
રાત્રે મોટી ચોકમાં જાહેરસભા થઈ હતી. પ્રથમ પ્રભાતગિરીએ અને અમૂલખ ખીમાણીએ ચાલુ સંજોગો ઉપર કહ્યું હતું. એક દિવસ સવારના સાધુતાની પગદંડી
૧૧૧