________________
હવે ચારેબાજુથી દબાણ આવે છે. એટલે અકળાય છે. ભેલાણ કરે છે. એમ ઝઘડા ચાલે છે. આ બધાનો અંત લાવવો જોઈએ. ગાયો સિવાય આપણને નહિ ચાલે. ગાયોનું પાલન, અને ખેતીનું રક્ષણ બંને સાથે હોવું જોઈએ. કોઈ એક વર્ગનું નહિ ચાલી શકે.
બીજી વાત ઉદ્યોગોની છે. આપણા હાથ-ઉદ્યોગો ભાંગી ગયા. તેની મોટી ખોટ પડી છે. યંત્રો સામે ઊભાં છે, સસ્તો માલ મનને લોભાવે તેવો માલ થોકબંધ તૈયાર થાય છે. તેને બદલે કિંમતમાં ભલે મોંઘું, ખરબચડું પણ ગામના દરેક માણસોની રોજી-રોટી ચાલે તે રીતે આપણે વ્યવહાર ગોઠવવો જોઈએ. અહીં ખેડૂતોમાં તળપદા, પટેલીયા મુખ્ય છે. મને એમનો ખૂબ અભ્યાસ છે. નળકાંઠામાં એ જ કોમ છે. એમની પાસે કેટલાક ગુણ છે. તેમાં કેટલાક દોષ પણ છે. એ લોકો જેટલું પેદા કરે છે તેટલું ખર્ચે નાખે છે. બચાવવાનું જાણતા નથી. એક ઉપર બીજી પત્ની લાવે, મકાન કરે કે ઘોડી લઈ આવે. પણ અવેર આવડતો નથી. કણબી લોકો આ બધામાંથી બહાર નીકળ્યા છે. ખેતીની સૂઝ પણ કણબી જેટલી કલ્પનામાં નથી હોતી. એટલે ખાતર વગેરેનો ઉપયોગ કરી શકતા નથી. જમીન વધારે હોવાને કારણે ઉત્પાદન વધારી શકતા નથી. તા. ૨૭-૧૧-૧૯૫૪ : ખંભાળા
ભડલીથી નીકળી ખંભાળા આવ્યા. અંતર સાડા છ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. અહીં પંચાલમાં જયાં
ત્યાં ખાતર પડેલું જણાય છે. લોકો તેનો ઉપયોગ કરતા નથી. ચારેબાજુ ડુંગરા, નવાણ, ખડકો, ખૂબ નજરે પડે છે. એટલે કહેવત પડી કે “ખડપાણી ને ખડકા'. ગામ નિસ્તેજ જેવું લાગ્યું ગામની વસ્તી મોટી હોવા છતાં ૩૩ છોકરાં ભણે છે. તા. ૨૮-૧૧-૧૯૫૪ : વાંકીઆ
ખંભાળાથી નીકળી સુખપર થઈ વાંકીઆ આવ્યા. અંતર પાંચ માઈલ. ગામ લોકો દૂર સુધી સામે આવી, ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. સાબરમતીવાળા મણિ ભાઈ ઉજમશી ખારાનું જન્મસ્થળ હોઈ તેઓ અમદાવાદથી અહીં આવ્યા હતા.
સાધુતાની પગદંડી
૧૦૭