________________
બહેનો-ભાઈઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. મહારાજશ્રીએ ગામના પ્રેમનો ઉલ્લેખ કર્યો અને બંદૂકો ફોડીને ફૂલહારથી સ્વાગત કરવાને બદલે ડંકાથી અને સૂતરની આંટીથી સ્વાગત કરવા પ્રણાલી પાડવાની ભલાણણ કરી. હવે આપણે સત્તા અને ડર કરતાં પ્રેમનું શાસન વધારવાની જરૂર છે. અહીં હરિજનોનાં ૩, ૪ ઘર છે. પાણીનો કૂવો નથી. નિશાળ મંદિરમાં બેસે છે. એટલે હરિજનો આવી શકતા નથી. મહારાજશ્રીએ તેમને સમજાવ્યા છે. - ઘરખેડમાં ઘણા ભાઈઓને અન્યાય થયો છે. કોળી ભાઈઓ બીકણ વધારે હોય છે. એટલે દરબારની સામે બોલી શક્યા નહિ અને સમાધાન કરી નાખ્યું છે. હવે તો મુદત પણ ગઈ. વિઘોટીના દર આજુબાજુના કરતાં વધારે છે. એમને અરજી કરવા કહ્યું છે. તા. ૫, ૨૬-૧૧-૧૫૪ : ભડલી
કેરાળાથી નીકળી ભડલી આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો શાળામાં રાખ્યો હતો. ગામે ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું. સરઘસ આકારે સૌ ઉતારે આવ્યાં. એક જૈન સાધુનો દરેક વર્ગના લોકો આટલો ભવ્ય સત્કાર કરે, એ કેટલા આનંદનો વિષય છે. કોઈપણ સંપ્રદાયના સાધુ લોકહિતની પ્રવૃત્તિ કરે તો લોકો તેને માનપાન આપે છે. એનું આ પ્રમાણ છે. આ પ્રદેશ પાંચાળ પ્રદેશ કહેવાય છે. પાંચાળમાં ખાતર ઓછું વપરાય છે. એટલે જ્યાં અને ત્યાં બજારમાં કચરાના ઢગ નજરે પડ્યા હતા. મહારાજશ્રીએ કહ્યું, તમારા ગામમાં હું પહેલવહેલો આવું છું. પહેલાં પાંચાળ પ્રદેશમાં ખેડૂતો ઓછા વસતા તેનાં ઘણાં કારણો હતા. એટલે માલધારી લોકોને ધારોમાં ચરિયાણ સારું મળતું. એટલે પશુપાલન ઘણું થતું. એ કારણે ઘી, દૂધનો વેપાર સારો ચાલતો. કદર પણ થવા લાગી. દુનિયાના સંયોગો કેવી અસર કરે છે એનો અહીં ખ્યાલ આવે છે. સંયોગોના દબાણને લીધે ભારતપાકિસ્તાનના ભાગલા પડ્યા. અહીંના કેટલાક વેપારીઓને લાગ્યું હશે કે અહીં કરતાં પાકિસ્તાનમાં વેપાર સારો ચાલશે એમ માની પાકિસ્તાન ચાલ્યા ગયા. હવે સમય બદલાઈ ગયો છે. માલધારી અને ખેડૂતોનો સમન્વય સાધવો પડશે. બંનેના હિત સામસામે અથડાતાં હોય તેમ લાગે છે. ખેડૂતોને પોતાના હક્ક મળ્યાં છે એટલે કુદરતી રીતે જ મમતા વધતી જાય છે. ગોપાલકોને એમ લાગે છે કે, અત્યાર સુધી અમે સ્વતંત્ર રીતે વિચરતા. ૧૦૬
સાધુતાની પગદંડી