________________
પડશે. સ્વામીનારાયણના સ્મરણ સાથે હું આ ત્યાગની વાતને યાદ કરું છું. એક દિવસ સામાજિક ક્રાંતિથી આપણે ચાલતું હતું. હવે આર્થિક ક્રાંતિ નહિ કરીએ તો ધર્મની વાતો કોઈ સાંભળશે નહિ. ઉશ્કેરવાની આ વાત નથી. પણ કંઈક લાવવાની આ વાત છે.
બાપુજી ૧૮ માસ સુધી કારાવાસમાં હતા. લોકો મૂંઝાયેલા હતા. હવે શું થશે ? એ વાત લોકોના દિલમાં હતી પણ બાદમાં વિખરાઈ ગયા. આઝાદી મળી પણ કોમવાદનો દાવાનળ ફેલાયો તે પણ ટાઢો થયો. દલિતિસ્થાન અને શીખીસ્થાન ન થયાં. રાજાઓ ચાલ્યા ગયા.
અહીં સ્વામીનારાયણ સંપ્રદાયનાં બે મોટાં મંદિરો છે. એક જૂનું છે તે મોટું છે. અંદર ઘનશ્યામની મૂર્તિ છે. બાજુની ઓરડીઓમાં બ્રહ્મચારી અને સાધુઓ રહે છે. ત્રણ રસોડાં ચાલે છે તેમાં અનુક્રમે બ્રહ્મચારી, સાધુ અને યાત્રાળુઓ જમે છે.
સંપ્રદાયની ઘણી મિલકત ગામમાં આવેલી છે. નવું મંદિર તૈયાર થાય છે. પ્રતિષ્ઠા થઈ ગઈ છે. આરસનું થાય છે. નદી કિનારે છે એટલે સુંદર દેખાવ આવશે. નદી ઉપર સુંદર ઓવારા છે અને બંધને લીધે ધોધ પડે છે. એટલે દેખાવ રમણીય લાગે છે.
અહીં ગ્રામોદ્યોગ મંદિર છે. ભાવનગરના મહારાજાએ આ માટે પાંચ લાખ રૂપિયા આપેલા છે. તેમાંથી ત્રણેકલાખ રૂપિયાનાં મકાનો બંધાવ્યાં છે. બાકી ૬૦ થી ૭૦ વીઘા જમીન છે. એની ઉપર હમણાં એક કૂવો બંધાવ્યો છે. પાઈપ દ્વારા ઉદ્યોગોને અને જમીનને પાણી આપી શકાય છે, હ્યુમપાઈપ જાતે જ બનાવી લે છે. જે પાઈપ ભાવનગરમાં રૂપિયે મળે છે તે દોઢ કે બેમાં પડે છે. બીજું કામ હાલ શાહી અને ગુંદરનું મુખ્ય ચાલે છે. હમણા સૌરાષ્ટ્ર સરકારે ૫૪ હજારનો ઓર્ડર આપ્યો છે. ખાદીકામ પણ ચાલે છે.
મોહનભાઈએ અહીં નિશાળ, હાઈસ્કૂલ, બોર્ડિંગ અને સાર્વજનિક મકાનો ઠેર ઠેર બનાવ્યાં છે. અહીંથી બે કાર્યકરો અમારી સાથે પ્રવાસમાં જોડાયા. તા. ૨૪-૧૧-૧૯૫૪ : કેરાળા
ગઢડાથી નીકળી કેરાળા આવ્યા. અંતર છ માઈલ. વચ્ચે માંડવધાર થોડું રોકાયા હતા. કેરાળા ગામે ખૂબ ધામધૂમથી વાજતેગાજતે સ્વાગત કર્યું.
સાધુતાની પગદંડી
૧૦૫