________________
મહારાજશ્રીએ કહ્યું કે રાજકીય કામ કરનારા અને રચનાત્મક કામ કરનારાના ભાગ પાડી નાખવા. રચનાત્મકોનું રાજકીય કામ શહેરવાળાએ કરવું અને રચનાત્મકે ગ્રામસંગઠનનું કામ કરવું. આમ સમન્વય સાધી શકવાથી બંને કામોનું જોર આવશે. તા. ૧લીએ વિદ્યાર્થીઓની સભા રાખી હતી. પણ આગલી રાતે એક કમનસીબ બનાવ બની ગયો. ૧૭ વરસના મેટ્રિકમાં ભણતા એક વિદ્યાર્થીએ ડૉ. હરિપ્રસાદના દવાખાનેથી ભૂલથી ટીંચરની બાટલી મૂકી રાખી હતી અને ત્યાંથી ડોઝ લઈ લેતો હતો. ડૉ. અમારી સભામાં આવ્યાં હતાં. કંપાઉન્ડર ખાન હાજર નહોતા. તે વખતે એ વિદ્યાર્થી આવ્યો અને કમનસીબે પોતાની દવા જેવો રંગ બીજી બાટલીનો જોઈ-જાણી પી ગયો. રસ્તામાં ઊલટી થઈ અને પછી તેને લાગ્યું કે કંઈક બીજું પીવાઈ ગયું છે. ડૉક્ટરને બોલાવ્યા. હૉસ્પિટલમાં લઈ ગયા. ઉપચારો કર્યા પણ ઝેર રગેરગમાં વ્યાપી ગયું હતું. એટલે જીવ ન બચ્યો. આખું ગામ શોકમાં ડૂબી ગયું. વિદ્યાર્થી આલમ પણ દુ:ખી થઈ. હાઈસ્કૂલમાં રજા પડી અમારી જે વિદ્યાર્થીઓની સભા હતી એ સભા વિદ્યાર્થીઓની સંમતિથી ઊભા થઈ મૃતઆત્માને શાંતિ માટે બે મિનિટ પ્રાર્થના કરી અને પછી જાહેર પ્રાર્થના બાદ મહારાજશ્રીએ જીવન અને મરણ વિશે પ્રવચન કર્યું. પછી સૌ છૂટાં પડ્યા.
બપોરના જજસાહેબ મળવા આવવાના હતા. પણ કોઈ કારણસર ન આવી શક્યા. આજે વરસાદ ચાલુ રહ્યો એટલે રાતનો બધો કાર્યક્રમ રદ કર્યો. બંગલામાં જ રાતના સભા રાખી હતી.
સમઢીયાળા ગામના પ્રશ્નમાં શુદ્ધિપ્રયોગ કરવા અંગે બધા કાર્યકરોને બોલાવ્યા હતા. માટલિયા, બાલુભાઈ, અરવિંદભાઈ, અમૂલખભાઈ, ઉકાભાઈ, નાગરદાસભાઈ, નરસિંહભાઈ અને ભંડેરી વગેરે હતા. સૌની સાથે વાતચીત કર્યા પછી એમ લાગ્યું કે હમણાં શુદ્ધિપ્રયોગ ના કરવો. પરંતુ માટલિયા અને નાગરદાસભાઈ બધા કાગળિયા જુએ અને નૈતિકબાજુની તપાસ કરે પછી એ અંગે વિચારવું.
અહીં એકદિવસ માર્કેટીંગ યાર્ડની મુલાકાત લીધી. ૭૦ લાખની ખરીદ આ વર્ષે થઈ. મગફળીનો મુખ્ય પાક છે. ખેડૂતો માટે સારી યોજના છે. ત્રણ વખત માલની હરાજી બોલાય, તેમાં ખેડૂતને ના પોષાય તો તે ના ૭૦
સાધુતાની પગદંડી