________________
તા. ૧૭-૮-૧૯૫૪
આજે કુરેશીભાઈ આવ્યા. એમણે ખેડૂત મંડળ પ્રાયોગિક સંઘ અને બીજી પ્રવૃત્તિ અંગે આખો દિવસ વાતો કરી. તા. ૧૯-૮-૧૫૪
આજે માંડલથી ડૉ. રણછોડભાઈ, શકરચંદ ગાંધી અને મુંબઈ રહે છે તે સારાભાઈ આવ્યા. તેમણે ખેડૂતમંડળો અને કોંગ્રેસ એ બે વચ્ચે કઈ રીતે કામ લેવું અથવા તો કોંગ્રેસ બધું જ કામ કરે છે તો જુદાં ખેડૂતમંડળો શા માટે ? વગેરે પ્રશ્નો ચર્ચાયા હતા. સારાબાઈએ વિરમગામ મ્યુનિસિપાલિટી બહારથી આવતા અને જતાં. બહાર જતાં મોટર વગેરેમાં બેસવા સ્ટેશનથી આવે. એમની પાસે ગમે તેટલો થોડો સામાન હોય તોપણ ટોલ લઈને મુસાફરોને હેરાન કરે છે તે અંગે ઘણીવાર મ્યુનિસિપાલિટીનું ધ્યાન ખેંચ્યું હતું. છતાં એ મુશીબત દૂર થતી નથી. એટલે એક આંદોલન ઊભું કરવા માગે છે. તેમાં મહારાજશ્રીની સલાહ માગી. મહારાજશ્રી માને છે કે, કસબા કે શહેરોની મ્યુનિસિપાલિટીઓએ ઓક્ટ્રોય ચૂટી ગામડાંથી આવતા લોકો કે ગાડા પાસેથી નહિ લેવી જોઈએ. ઊલટા એ લોકો પોતાનું ઉત્પાદન શહેરમાં વેચવા આવે છે. તે બદલ શહેરોએ ઉપરથી ગાડાવાળાને ટેક્ષ આપવો જોઈએ. શહેરની સડકો ગામડાંના ભોગે ન થવી જોઈએ. તા. ૨૧-૮-૧૯૫૪
આજે ફૂલછાબવાળા નાથાલાલ શાહ, નાણાંપ્રધાન મનુભાઈ શાહ, વજુભાઈ શાહ અને ત્રિકમભાઈ એન્જિનિયર મળવા આવ્યા હતા. અહીંની વીજળી ઘણા દિવસથી બંધ હતી. સંતોષકારક કામ આપી શકતી નહોતી. તે અંગે આ ભાઈઓએ મહારાજશ્રીને વિનંતી કરી કે, આપ ઉપવાસ કરવાની કે દૂધ નહિ લેવાના પ્રયોગો મહેરબાની કરીને ના કરો. કારણ કે ભાવનગરથી આપની તબિયત જોતાં એ અનુકૂળ નથી. એમ વિનંતી કરી. તા. ૨-૯-૧૯૫૪
આજે અભયસિંહ કવિ આવ્યા હતા. વિશ્વવાત્સલ્યનું વ્યવસ્થાનું કામ હમણાં તેમણે સંભાળ્યું છે. એટલે કેટલીક સલાહ સૂચના લેવા માટે આવ્યા હતા. પ્રતાપભાઈએ ઘણી બેકાળજી રાખેલી તેમણે કહી. કેટલાંય કચરો
૮૨
સાધુતાની પગદંડી