________________
કરી અને વિદ્યાર્તીઓને મળતાં ખૂબ આનંદ થાય છે. ભાષણ કરવા કરતાં નાના નાના ટોળામાં વાતો કરતાં વધારે મજા આવે છે.
હમણાં હું ભૂદાનના કામમાં પડ્યો છું. સૌરાષ્ટ્રમાં મજૂબત માણસો છે. એટલે બહુ જરૂર નથી. છતાં આવું છું. પણ જોખમ સિવાય ગુજરાતમાં કામ કરું છું. હું શું કામ કરું છું ? ગરીબી નાબૂદી માટેનું. જમીનવાળા પાસેથી ગરીબો માટે ભૂમિદાનનું કામ છે. આપણે ત્યાં ગરીબી બે જાતની છે. એક બાજુ પેદા થાય, બીજી બાજુ વેડફાય. ગોળો ભરાય અને કાણાં પડ્યાં હોય એટલે ઠલવાય. ખેડૂત ઉત્પન્ન કરે, છતાં ગરીબ રહે, કેવો ગરીબ રહે ? જ્ઞાનમાં ગરીબ રહે, રોટલો ખાય પણ બુદ્ધિ ના વધે. એટલે શોષણ અટકી જાય એવો ભાવ ઉત્પન્ન કરવાની જરૂર છે. બધા ભેગા મળીને જીવીએ એવું જ્ઞાન થાય. એ પણ ભૂદાનનું કામ કહેવાય. અત્યાર સુધી નહિ કરી શક્યા, કારણ કે સ્વતંત્ર નહોતા.
માણસને માટે માલિક હોય એટલી ગુલામી વધે. બે વરસથી આપણે નવો વિચાર કરીએ છીએ. જીવવું છે જીવવાનાં સાધનો ઝૂંટવાઈ ગયાં છે. તેને પાછાં મેળવવાં છે. જીવવા માટે મુખ્ય ધંધો ખેતી છે. આ દેશમાં સત્તાવીસ કરોડ લોકો જમીન ઉપર મહેનત કરીને જીવે છે. દાણા ખાઈને તો. આખો દેશ જીવે છે. એટલે જમીન જે જીવવાનું સાધન છે તે સાધન મહેનત કરવાની ઇચ્છાવાળા પાસે આવવું જોઈએ. પૈસાથી, બુદ્ધિથી આંતરેલી જમીનવાળાને જીવવાનો હક્ક નથી. પાણીનો પ્રકાશનો કોઈ માલિક નથી. તેમ જમીનનો કોઈ માલિક નથી. રોટલો કોઈને ખવડાવીએ ત્યારે ધર્મનું કામ કર્યું કહેવાય. ઉપનિષદમાં આવે છે. અન્ન એ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. એવું તું માન. બીજી પ્રતિજ્ઞા વધારે ઉત્પન્ન કરીશ. ત્રીજું, અન્ન બગાડીશ નહિ. અન્નની નિંદા નહિ કરું, કોઈને ભૂખ્યો નહિ કાઢું. આમ જુદી જુદી પ્રતિજ્ઞાઓ આપી છે.
હવાને વિશુદ્ધ કરી શકીએ. ઉત્પન્ન ના કરી શકીએ. પૃથ્વી માતા છે. ધારણ કરે એ ધરતી તેને કોઈ આંતરે નહિ, જીવાડે તે ધરતી. શોષણ કરવાનું પ્રથમ સાધન જમીન આંતરવી તે, બાજરી પકવી પણ દળવું નહિ તો કેમ કરીને ખાઈ શકું ? અનાજ છે. પણ કોઈ ઘંટી ખૂંચવી લે તો ? યુક્તિથી ઘટી ગઈ. આખા ગામનો લોટ એક ઠેકાણે દળાય. ઘંટી બગડે તો સાધુતાની પગદંડી