________________
તા. ૧૧-૧૧-૧૦૫૪ : લાઠી
લાઠીમાં સાડાચાર માસનું ચાતુર્માસ આજે પૂરું થયું. ગઈકાલે રાત્રે મહારાજશ્રીએ ચાતુર્માસ દરમિયાન બનેલા પ્રસંગોનું અવલોકન કરતું પ્રવચન કર્યું. વિદ્યાર્થીઓએ બહુ સારો રસ લીધો. સતત ચાર મહિના તેઓ સેવા આપતા રહ્યા. તેમના પ્રેમનો ઉલ્લેખ કર્યો. માનવતાના વિષય ઉપરના પ્રવચનો, વ્રતો વિશેના વિચારો, પર્યુષણ વ્યાખ્યાનો, ખેડૂત સંમેલન, ભાલનળકાંઠાના કાર્યક્રમો અને ખેડૂતોનું અઠવાડિયાનું સંમેલન, હરિજન સંમેલનો છેલ્લે ભંગી સંમેલન, આ બધી પ્રવૃત્તિઓ થઈ. આ પ્રવૃત્તિઓમાં જાણે અજાણે કોઈને કંઈ કહેવામાં દુ:ખ લાગ્યું હોય તો એ બદલ ક્ષમા યાચી સ્થાનકવાસી સમાજનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, તેમને અંદેશો રહે એ બનવા જોગ છે. પણ જ્યાં સામી વ્યક્તિમાં પ્રેમ અને નમ્રતા હશે. ભૂલ જોવાની ખેવના હશે તો વહેલો મોડો, પ્રેમ મળે છે.
સવારના છ વાગ્યાથી ભાઈ-બહેનો વિદાયમાન આપવા એકઠાં થવા લાગ્યાં. ૭-૪૫ મિનિટે સભા થઈ. તેમાં ગામ તરફથી સોની ભાઈએ વૈર્યચંદ્ર બુદ્ધ અને રામજીરામભાઈએ મહારાજશ્રીનાં સંસ્મરણો યાદ કરી, લાઠી ચોમાસું કરવા બદલ આભાર માન્યો. છોટુભાઈએ ભાલનળકાંઠાના સેવક તરીકે ગામનો આબાર માન્યો. છેવટ મહારાજશ્રીએ ગામના પ્રેમનો ઉલ્લેખ કરી. કોઈને કોઈ પ્રસંગ ઉપર દુઃખ થયું હોયતો ક્ષમા યાચી છેલ્લે
આવો ઉડીએ. પંખીડા પ્રેમની પાંખે રે...' એ ગીત ગાઈ સૌ છૂટા પડ્યાં. કેટલાક લોકો ઘણે દૂર સુધી આવ્યા હતા.
પ્રવાસનો પ્રારંભ તા. ૧૧-૧૧-૧૯૫૪ : પીપલવા
લાઠીથી વિહાર કરી અને પીપળવા આવ્યાં. અંતર છ માઈલ હશે. ઉતારો ગ્રામપંચાયતમાં રાખ્યો હતો. અમારી સાથે મહાલકારી વિકાસ અધિકારી, કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક ભાઈઓ અને રંભાબા વગેરે હતાં. વચ્ચે નાના રાજકોટ ગામ આવ્યું. ત્યાંના લોકોએ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું. તા. ૧૧-૧૧-૧૯૫૪ : ઢસા સાંજના ઢસા આવ્યા. ગામ લોકો દૂર સુધી સામે આવ્યા હતા. ઉતારો
સાધુતાની પગદંડી