________________
બપોરના કલકત્તાથી વાંકાનેરવાળાં હેમકુવરબહેન અને બે બહેનો દર્શને આવ્યાં હતાં. તેમણે ભૂદાનમાં સોનાની એક બંગડી આપી હતી. આજે અંબુભાઈ ને કમળાબહેન આવ્યાં. રાત્રે અહીંના ઠાકોર સાહેબના ભાઈ કુમારશ્રી મંગલસિંહજી અને બીજા બે જણા મહારાજશ્રી અને તેમની આ પ્રવૃત્તિની વિચારસરણી જાણવા આવ્યા. મહારાજશ્રીએ ટૂંકમાં દીક્ષા લીધી ત્યારથી આજ સુધીનું પોતાનું કાર્યચિત્ર રજૂ કર્યું. એમને ઘણો આનંદ થયો. તા. ૧૪-૧૦-૧૫૪ :
આજે કુરેશીભાઈ અને વિરમગામ તાલુકાના ત્રણ ચાર ખેડૂતો આવ્યા. ખેડૂતોએ જે જરાકેનાલની કેટલીક વાતચીત કરી ને સાંજના ગયા. તા. ૧૫-૧૦-૧૯૫૪ :
સવારના છોટુભાઈ અહિંસાનો વિજય થાઓ, સત્યનો વિજય થાઓ એવાં સૂત્રો પોકારતા ભાલ નળકાંઠાના ૮૦ ખેડૂતોનું જૂથ લઈને આવ્યા. કાર્યકરો પણ આવ્યા હતા. આજે ધંધૂકા કોટનસેલની મિટિંગ હતી. તેમાં મહારાજશ્રીએ અનેક પ્રશ્નો ધાર્મિક રીતે ચર્યા. બાબુભાઈ મોદી જિનવાળા પણ આવ્યા હતા. તેમણે તથા લજીભાઈએ કેટલાક વિચારો રજૂ કર્યા હતા. સાંજે બધાં ઠાકોર સાહેબના બંગલાનાં ચિત્રો જોવા ગયા હતા. તા. ૧૬-૧૦-૧૯૫૪ :
આજે ભાલનળકાંઠા ખેડૂત મંડળની મધ્યસ્થ પ્રતિનિધિ મંડળની સભા મળી. તેમાં સહકારી પ્રવૃત્તિ પાછળની મહારાજશ્રીની દૃષ્ટિ સરકાર અવરોધે અને લોકાનું મુખ કઈ તરફ છે, એ અંગે સારી રીતે વાતો થઈ. સરકાર જો પ્રાયોગિક સંઘનું કે ખેડૂતમંડળનું પ્રતિનિધિત્વ ન સ્વીકારે તો લડત આપવી કે સોસાયટી રજિસ્ટર કરાવીને પછી લડવું, એ વિશે વાત થઈ. તા. ૧૮-૧૦-૧૫૪ :
આજે કુતિયાણાથી અરવિંદભાઈ જે. મહેતાએ સંપત્તિ દાનમાં રૂ. ૭૫નો મનીઓર્ડર મોકલ્યો હતો અને હેમકુંવરબહેનવાળી સોનાની બંગડી નરસિંહભાઈ સાથે રાજકોટ મોકલી આપી.
સાધુતાની પગદંડી
૯૫