________________
કુટુંબોએ પડદો છોડ્યો છે. ત્યારબાદ ખેડૂત પરિષદવાળા ભગવાનજીભાઈ અને બીજા ભાઈઓ સાથે ખેડૂત સંગઠન અંગે વાતો કરી. તા. ૧૬-૧૧-૧૯૫૪ :
વેડછી આશ્રમના વિદ્યાર્થીઓ અને મઢી છાત્રાલયનાં બહેનો વચ્ચે વાતચીત ગોઠવાઈ હતી. પ્રથમ જુગતરામભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો. અને કાર્યકરોનો પરિચય કરાવ્યો. મનુભાઈ પંડિત સાથે જ હતા. તેઓ સેવાગ્રામ રહી આવેલા તેથી ઘણાનો સંપર્ક કરવામાં કડીરૂપ બનતા હતા.
મહારાજશ્રીએ કહ્યું કે, રાનીપરજ અને બીજી પ્રજા વચ્ચે જે ભેદભાવ પડી ગયો છે એને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. માનવ માનવ વચ્ચે ભેદ હોય જ નહિ. સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ ન હોવો જોઈએ. સૌ એક પિતાના સંતાન છે. ગઈકાલે સ્વીડનના એક બહેન મળવા આવેલાં. મહારાજશ્રીએ તેમને પૂછ્યું કે ભારત પ્રત્યે તમારા દેશની પ્રજાનો શો ખ્યાલ છે. તેમણે કહ્યું, અમે ભારત પ્રત્યે બહુ આદરથી જોઈએ છીએ.
આપણે પ્રતિષ્ઠા કોને આપીએ છીએ. એક ભણેલું ગણેલું અને નિરક્ષર બાળક આવે તો કોને માન આપશું ? ભણેલું કે સારું દેખાતું બાળક તરફ જોઈશું. આપણે આમાં ફેરફાર કરવાનો છે. રાનીપરજ કહેવાય છે તે કોમમાં કેટલી શક્તિ છે તે તમો જોઈ શકો છો. પ્રેમની સત્તા જ સાચી સત્તા છે. આ બધી વાતો તમને મોટી લાગશે પણ ભવિષ્યમાં તમે મોટા થશો ત્યારે તે ઉપયોગી થશે. હું પ્રેમને મહત્ત્વ આપવા માગું છું. બળને મહત્ત્વ આપવા માગું છું. સાદાઈને મહત્ત્વ આપું છું. મોજશોખને મહત્ત્વ આપતો નથી. ભણેલાગણેલા કરતાં જે મારાથી નાના છે તેને મારો હાથ આપું છું કે નહિ એનું બરાબર ધ્યાન રાખજો. બી વાવવું હોય તો જમીનને બરાબર તૈયાર કરવી જોઈએ. નઈતાલીમ તો જ ચાલશે જો વાતાવરણ અનુકૂળ હશે.
સાંજના વજુભાઈ શાહ અને જયાબહેન મળવા આવ્યાં. લોકભારતીના વિદ્યાર્થીઓ પણ મળ્યાં. છેલ્લા નાગરદાસભાઈ દોશી આવી ગયા. ગ્રામસંગઠન અને ઢસા પ્રકરણ અંગે વાતો કરી. ઢસા પ્રકરણમાં છેટે એ વિચાર્યું કે મહારાજશ્રી સૌરાષ્ટ્ર છોડે ત્યાં સુધીમાં જેમ જેને અન્યાય લાગતો હોય તેવા મિત્રો ઉપવાસ વગેરે કરે. યોગ્ય ખેડૂતો પણ એમાં ભળે. અને ૧૦૦
સાધુતાની પગદંડી