________________
છેવટે ખેડૂતોને કોર્ટમાં જવું પડે તો પછી એમને રોકે નહિ. નૈતિક મદદ કરે. માટલિયાભાઈએ ભક્તિબાને એક પત્ર લખ્યો છે.
તા. ૧૭, ૧૮-૧૧-૧૯૫૪ : પરવાડા
સણોસ૨ાથી નીકળી પરવાડા આવ્યા. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, લલ્લુભાઈ શેઠ, વજુભાઈ શાહ, વિદ્યાર્થીઓ વગેરે વિદાય આપવા આવ્યા હતા. અંતર દસ માઈલ હતું. ઉતારો એક જૈનના મકાનમાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું.
તા. ૧૯, ૨૦-૧૧-૧૯૫૪ : રાજપીપળા
પરવાડાથી નીકળી ઇંગોરાળા ગામના આગ્રહથી થોડું રોકાયા હતા. ત્યાંથી રાજપીપળા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો સરકારી ઉતારામાં રાખ્યો હતો. અહીંની સભામાં બોલતાં મહારાજશ્રીએ જણાવ્યું કે, જુદા જુદા ધર્મો ઊભા થયા છે. એના મૂળમાં ઘણાં કારણો છે. કક્ષાભેદને લીધે જુદા ધર્મ ઊભા થાય છે. એકબીજા સાથે મતમતાંતર થાય છે ત્યારે તેમાંથી નવો ધર્મ ઊભો થાય છે. ખરી રીતે ધર્મમાત્રની ઉત્પત્તિ પોતાના અને સમાજના વિકાસ માટે હોય છે. પણ એમાં બીજા પણ કારણો ઊભાં થાય છે. જો એમ માનીએ કે, જુદા જુદા ધર્મની જરૂર નથી. સત્ય એ જ ધર્મ. એમ કરવાથી ચાલે ખરું. પણ વ્યક્તિને ચાલે, સમાજને ન ચાલે. પાંચ વ્યક્તિ ભેગી થાય તેમ જુદી જુદી રુચિઓ અને તેઓના કારણ દરેક પોતપોતાની રૂઢિ માન્યતા ધરાવવાનો જો એક મત હોય તો ઝઘડો વધે પણ જુદાં જુદાં પગથિયાં આપ્યાં હોય તો સમન્વય કરીને ચાલે.
જેમ વ્યક્તિગત જીવનમાં ધર્મના મૂળભૂત તત્ત્વો મદદ કરે છે એમ સમાજ જીવનમાં સાંપ્રદાઈક તત્ત્વો મદદ કરે છે. આ વાત સમજી લઈશું તો વાડાના ઝઘડા મટી જશે. વ્યક્તિ ગમે તેટલી ઊંચી હોય પણ જો સમાજને સાથે લઈને નહિ ચાલે તો કામ નહિ થાય. એટલે આ દેશની અંદર એ વિશેષતા રહી કે વ્યક્તિધર્મ અને સમાજધર્મ પણ રહ્યો એને સ્મૃતિશાસ્ત્ર કહો કે સંગશાસ્ત્ર કહો. સવાલ એ થાય છે કે, આજની દુનિયામાં સાંપ્રદાયિક ધર્મો તેજ વગરના થઈ ગયા છે. કારણ એ છે કે તેજસ્વી વ્યક્તિઓને અપનાવે નહિ તો તેમનું તેજ સમાજને મળતું નથી. ન્યાતી ભવિષ્યકાળનું શાસ્ત્ર અજમાવાય છે.
સાધુતાની પગદંડી
૧૦૧