________________
વાનપ્રસ્થીઓની સંસ્થાઓએ સમાજને ઘણું આપ્યું છે. વાલ્મીકીજીએ રામાયણ આપ્યું, વ્યાસજીએ મહાભારત આપ્યું. આમ સમાજના બધા ધર્મો હાથ કરીને પોતાના જીવનમાં ઉતારી તેનો નિચોડ નવા સમાજને આપ્યો. આ વાતો લખવી સહેલી નથી. કેટલો અભ્યાસ હોય ત્યારે આવા ગ્રંથો લખી શકાય.
એકાંગી નિવૃત્તિને કારણે પ્રતિકારક શક્તિ ઓછી થઈ ખરી. એટલે રામનો આશરો લઈને ખરા તત્ત્વોને દૂર કર્યા. એમાં હિંસા આવી ખરી. પણ પછી જૈન, બૌદ્ધ ધર્મમાં પોતાના જાનના ભોગે ખોટા તત્ત્વોનો સામનો કર્યો છે. બૌદ્ધ સાધ્વી શોભા અને જૈન ધર્મમાં જવલાંવાળો એવા પ્રસંગનો દાખલો છે.
બાપુજીએ વ્યક્તિગત અને સમાજની રીતે અહિંસા દ્વારા અશુભ તત્ત્વોનો સામનો કર્યો. સત્યને વ્યવહારમાં લાવ્યા. આમાંથી તેમણે ઘણા સાધુચરિત માણસો સમાજને આપ્યા. કેદારનાથ, સ્વામી આનંદ, વિનોબાજી, પંડિતજી
વગેરે.
દરેક ધર્મને પોતપોતાનું પ્રતીક હોય છે. વાદવાળા એટલે કે પક્ષોને પોતાનું ચિહ્ન હોવા છતાં દેશનું એક જ ચિહ્ન હોય છે. ધર્મમાં એમ બનવું મુશ્કેલ છે. ત્યારે તમારે કોઈ ને કોઈ ચિહ્ન ધારણ કરવું પડશે. થિયોસોફિકલ સોસાયટીએ સર્વ ધર્મ માટે પ્રયત્ન કર્યો, પણ છેવટે તો એ પણ એક વાડો થયો છે. એટલે સારું તો એ છે કે જે વ્યક્તિ જે સમાજમાં જન્મી તેને વળગી રહે અને બીજા સંપ્રદાયના ગુણ લઈને વિકાસ પામે તો વટાળવૃત્તિ નહિ આવે, પણ સહિષ્ણુતા લાવી શકશે. તા. ૨૧-૧૧-૧૫૪ : ગઢાવી
રાજપીપળાથી નીકળી ગઢાવી આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે ભવ્ય સ્વાગત કર્યું. હમણા અહીં યુવકમંડળ સ્થપાયું છે. ઉત્સાહ ઘણો હતો. તા. ૨૧-૧૧-૧૯૫૪ : ચિરોડા
ગઢાવીથી ચિરોડા આવ્યા. અંતર સવા માઈલ, રાત્રે જાહેર સભા થઈ હતી. તેમાં ધર્મદષ્ટિએ સમાજ રચનાનો પ્રયોગ શું છે તે સમજાવ્યું. અહીં આનાવારીનો અસંતોષ હતો. માટલિયાભાઈ, લાલજીભાઈ, સેટલમેન્ટ કમિશનર પાનાચંદભાઈ, જિલ્લા કલેક્ટર વગેરે આવ્યા હતાં.
૧૦૨
સાધુતાની પગદંડી