________________
છે તેણે દવા પણ લેવી જોઈએ. વાહન પણ વાપરવું જોઈએ. મહારાજશ્રીએ કહ્યું કે આપની વાત સાચી છે, પણ એ માટે બે વર્ગ જોઈશે. એક વર્ગ વ્યાપકતાનું કામ કરશે, બીજો વર્ગ ઊંડાણનું કામ કરશે. વિશંકર દાદા, નવલભાઈ, માટલિયા અને બીજા કાર્યકરો હાજર હતા.
દાદાએ કાકાને પૂછ્યું, કોંગ્રેસ એ વાડો ખરો કે નહિ ? કાકાસાહેબે કહ્યું, હું એનો સભ્ય થયો છું. એમાં જઈને વાડો તોડવો છે. સંતબાલજી કોંગ્રેસને ટેકો આપે છે એને હું પસંદ કરું છું. આજે કોઈપણ સંસ્થા સારી હોય તો કોંગ્રેસ છે. કોંગ્રેસ પછીનું સ્થાન સમાજવાદીઓ લઈ શકશે નહિ. કમ્યૂનિષ્ટોનો મને ડર નથી. કોમ્યુનિઝમવાળા આવશે એટલે સૌએ કોંગ્રેસને જ ટેકો આપવો જોઈએ. સર્વસેવા સંઘનું નામ આપનાર પણ હું છું. એ ભાઈઓ પણ સમજે.
દાદાએ કહ્યું, કોંગ્રેસમાં કોમવાદ પેસે છે તેનું શું ? પંડિતજી, ગાડગીલ કે બીજાઓ સેક્રેટરી પોતાની જ કોમના રાખે છે. એને હું કોમવાદ જ કહું છું. સંતબાલજીએ કહ્યું રચનાત્મક કામ કોંગ્રેસથી ઊંચું છે. એમ માનતા હોઈએ તો રચનાત્મક કામ કોંગ્રેસમાં સમાવવું જોઈએ.
સાર એ હતો કે મહારાજશ્રીના વિચારો સાથે તેઓ સહમત હતા. કાકાએ કહ્યું એક ભાઈએ તેમને નીચા નમીને વંદન કર્યા. તેમણે કહ્યું આ શું કરો છો ? કોઈને નમવું હોય તો એકલા હોઈએ ત્યારે આ રીતે વંદન કરવાં. ૧૫-૨૫ લોકોની સામે એક જણ આ રીતે નમે તો બીજાને ન નમ્યાનો ક્ષોભ થાય. એટલે માથું નમાવવું કમર ન નમાવવી. એવી સલાહ આપી.
કાકાસાહેબના ગયા પછી શ્રીમનનારાયણ અગ્રવાલ જેવો સાથે આવ્યા હતા તેઓ મહારાજશ્રીની ઇચ્છાથી રોકાયા. તેમણે ઘણી પાયાની વાતો કરી. ગ્રામનિયોજનની મહારાજશ્રીની કલ્પના તેમને ગમી. તેઓ માને છે કે, કોંગ્રેસની સ્થાનિક ચૂંટણીઓમાં પણ રચનાત્મક કાર્યકરોને નોમિનેટ કરવા જોઈએ. મહારાજશ્રીએ પંચાયતોમાં પણ તેમ કરવા આગ્રહ કર્યો. વેજિટેબલ (ઘી) બાબતમાં તેમણે કહ્યું. પંડિતજી વેજિટેબલના ટેકેદાર નથી. પણ તેઓ એવું માને છે કે એનાથી નુકસાન નથી. અને લોકો માગતા હોય તો પછી વિરોધ શું કામ કરવો. ભેળસેળ અટકાવવા બાબતમાં રંગ
સાધુતાની પગદંડી
८८