________________
કામ કરતા નથી. જેથી મજૂરોના અને કામના પ્રશ્નો ઊભા થાય છે. જયંતીભાઈ ધોળકાવાળાની દીકરી ગીતા મળવા આવી હતી. તા. ૭-૧૦-૧૫૪ :
માટલિયાભાઈ અને જાદવજીભાઈ મોદી આવ્યા. સાથે કાળુભાઈ વારિયા સાથે હતા. આનાવારી અને બીજા મૂળભૂત પ્રશ્નો વિશે ચર્ચા થઈ. તા. ૮-૧૦-૧૯૫૪ઃ
આજે હરિજનયાત્રા આવવાની હતી. એનું હરિજન વાસને નાકે સ્વાગત થયું. પછી સરઘસ ગામમાં થઈ અન્નક્ષેત્રના મંદિરે આવ્યું. અહીં હરિજન પ્રવેશ ખૂબ પ્રેમથી થયો. મંદિરમાં ભજન-કીર્તન થયાં. ટ્રસ્ટીઓએ આવકાર આપ્યો અને મુનિશ્રીએ સુંદર પ્રવચન કર્યું હતું. તે પછી તાલુકાનું હરિજન સંમેલન ભરાયું હતું. એમાં મહારાજશ્રીએ હાજરી આપી. જાદવજીભાઈ, કલેક્ટર અને બીજા ઘણા સવર્ણો તેમજ હરિજન કાર્યકરો હાજર હતા. પ્રથમ માટલિયાએ બે-ત્રણ પ્રશ્નો રજૂ કર્યા. (૧) હરિજનો માટે જે મંદિર કે કૂવો ખુલ્લો મુકાય તેમાં કાયમ જવાનું ચાલુ રાખે. એમાં ભંગી પણ આવતા હોય, વણકરોની નાતનો ધંધો હોય છે. તો આવા કાર્યમાં નાત છૂટ આપે જે કોઈ આવું કરતું હોય તેને ધન્યવાદ આપે. ઢેઢ-ભંગીના ભેદ દૂર થાય. જાદવજીભાઈએ વિવિધ રીતે આ પ્રશ્નોની છણાવટ કરી હતી. સરકારી કાનૂનોનો ખ્યાલ આપ્યો હતો. નાતબહાર કોઈને મૂકી શકાતા નથી. મહારાજશ્રીના પ્રવચન પછી કેટલાંક હરિજન ભાઈ-બહેનોએ મુડદાલ માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ત્યારબાદ પ્રીતિભોજન ગોઠવાયું હતું. તેમાં કલેક્ટર, ન્યાયાધીશ, મહાલકારી, બહારગામના અને ગામના સવર્ણો, હરિજનો, ભંગી વગેરેએ ભાગ લીધો હતો. વાતાવરણ સુંદર જામ્યું હતું.
રાત્રે પ્રવચન વખતે મહારાજશ્રીએ હરિજનોને હૃદયપૂર્વક અપનાવવા અપીલ કરી હતી. સત્તા કરતાં પ્રજા ઘડતરથી હરિજન પ્રશ્ન ઉકેલવા આગ્રહ કર્યો હતો. દિવસે કેટલાક હરિજન કાર્યકરો મળવા આવ્યા હતા. તા. ૯-૧૦-૧૯૫૪ :
બપોરના શિક્ષકભાઈઓની મિટિંગમાં હાજરી આપી હતી. ૯૪
સાધુતાની પગદંડી