________________
આગલી રાતે અમૂલખભાઈ, માટલિયા અને નરસિંહભાઈ સાથે ઢસા પ્રકરણ અંગે વાતો થઈ.
ફૂલજીભાઈ રોકાયા હતા. એમણે બેંક અંગે અને જિન અંગે વાતો કરી. અહીં તા. ૧૫ થી ૨૧ સુધી બધા કાર્યકરોને મળવાનું ગોઠવ્યું. અહીંના ખેડૂતો રાત્રે આવ્યા અને ફૂલજીભાઈ રોકાય અમારે મંડળનું કામ વ્યવસ્થિત કરી નાખવું છે તેમ આગ્રહ કર્યો. ફૂલજીભાઈ અને માટલિયા બંને ગયા. સભા થઈ તેમને બધું સમજાવ્યું. આખા ગામને સાથે લેવું જોઈએ અને માત્ર લાઠીનું જ નહિ, પણ સમગ્ર પ્રદેશને સાથે લઈને ચાલવું જોઈએ એમ સમજાવ્યું. તા. ૨-૧૦-૧૯૫૪ :
આજે બાપુજીનો જન્મદિવસ હોઈ હરિજન સપ્તાહનો પ્રથમ દિવસ હતો. એ પ્રસંગે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, નાગરિકો અને અધિકારીઓનું એક સરઘસ નીકળ્યું હતું. તે ફરીને હરિજન વાસમાં સવારના સભાના રૂપમાં ફેરવાઈ ગયું. તેમાં મહારાજશ્રીએ સુંદર પ્રવચન આપ્યું હતું. નાગરિકોની હાજરી બહુ ઓછી હતી. દુ:ખની વાત તો એ હતી કે, જેમને માટે આ બધું હતું તે હરિજનો પણ બહુ જૂજ સંખ્યામાં હાજર હતા. ભંગી બે જણ હતા. જાણે કોઈને કંઈ પડી જ નથી એમ લાગતું હતું. આ ઉપરથી ક્યારે આ પ્રશ્નનો નિકાલ આવશે ? મહારાજશ્રીએ પ્રવચનમાં ખૂબ ચિંતા વ્યક્ત કરી હતી. બપોરના ખાદી કાર્યાલયમાં ખાદી કામની રોજીના પ્રમાણમાં કાર્યાલયમાં બચત થયેલી રકમની વહેંચણીનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વાસણો પણ વહેંચાયાં હતાં. તા. ૫-૧૦-૧૯૫૪ :
વિરમગામવાળા પરષોત્તમદાસ પરીખ મળવા આવ્યા. ખાસ કરીને પોતાની આધ્યાત્મિક ભૂખ અને સેવાકાર્ય એ બેનો મેળ કેવી રીતે પાડવો તે અંગે ચર્ચા કરી. મહારાજશ્રીએ ખેડૂત મંડળની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો. આ પ્રવૃત્તિ એવી છે કે સત્તાથી દૂર રહેવાય અને કંઈક કર્યાનો સંતોષ મળે. ભાવિ પ્રજાને પણ સારો દાખલો મળે. તેમને આ વાત ગમી છે. બીજી વાત લોકલબોર્ડના વહીવટમાં પડતી મુશ્કેલીની કરી. અમલદારો દિલ દઈને
સાધુતાની પગદંડી
૯૩