________________
દીવાસળી સળગાવીને બાળ્યું. આટલું અનાજ વધારે પકવે તો કેટલાને ખાવા થાય ? વિદ્યાર્થીઓ આ વાત સમજે. પૈસા ખર્ચી દીવાસળી ના લાવે અને દીવાસળી ના ચાંપે. ગમે તે માણસને ખાવા જોઈએ. સંયમીને બે વખત ખાવા જોઈએ. પણ વ્યસનની જરૂર નથી. એક જૈન સાધુ મળેલાં ચા પીવે મેં કહ્યું ત્યારે કહે મારે ઘેરથી આવી છે. લૂગડાં બદલ્યાં પણ ટેવ નથી બદલાતી. ત્યારે આપણે કેટલા પામર છીએ. બુદ્ધિ વધે છે ત્યારે આંજી નાખે છે, બેટરી આંખમાં ધરે આંજી નાખીને પછી ગજવામાં હાથ નાખી પૈસા કાઢી લે છે. એવી બુદ્ધિ વધારવા આજે લોકો ભણે છે. આંજી નાખી. પૈસા ફંફોળી કેમ લેવા તે માટે ૧૮૫૭ની ક્રાંતિ કરી હતી. તે અટકી નથી. દેખાવમાં ભલે ના હોય હવે ૧૯૫૭માં ફરી પાછી ક્રાંતિ લાવવી છે. ૧૯૫૭ પછીનો દસકો જોવા જેવો છે. રંટ જોયો છે ? છતે મોઢે ભરાય અને ઊંધે માથે ઠલવાય. તપ કરે તો ભરાય આજે તો મોટા માણસો કેળવણીની નિંદા કરે છે. પણ રૂંવાડુંએ ફરકતું નથી. પણ તેનું કારણ એમના હાથ બંધાયેલા છે. જનમતની શક્તિ વધે તો જ તેમના હાથ છૂટા થાય. સરકારમાં પવિત્ર માણસ છે પગમાં કોથળો હોય અને માણસને બંધાવીને દોડાવીએ તો કેટલું દોડે ? બંધારણ ગમે તેટલું સારું હોય પણ કોથળો છોડે નહિ તો કેમ દોડી શકે. પણ આપણે તો ઊંટના હોઠ જેવું કરીએ છીએ. કંઈક આપે, આપવું એ એની શક્તિ બહારની વાત છે. આપણે જાગીશું તો સરકાર એમની એમ બેસી રહેશે. અને આપણે પ્રગતિ કરી શકીશું. તા. ૯-૯-૧૯૫૪
આજે શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘની બેઠક થઈ. તેમાં નીચેના સભ્યો હાજર હતા. રવિશંકર મહારાજ, વજુભાઈ શાહ, દુલેરાય માટલિયા, નાગરદાસ દોશી, કેશુભાઈ ભાવસાર, બાલુભાઈ ભટ્ટ, નરસિંહ ગોધિયા, અમૂલખભાઈ ખીમાણી, આત્મારામ ભટ્ટ વગેરે. તા. ૧૭-૯-૧૯૫૪
સાંજના શ્રી બિમલાબહેન-તાઈ મહારાજશ્રીને મળવા આવ્યાં. આવતી કાલે મૌન હોવાથી ખાસ વાતચીત કરવા સણોસરાનો રાતનો કાર્યક્રમ રદ કરીને આવ્યાં હતાં સાથે વજુભાઈ શાહ, જયાબહેન, જયંતીભાઈ માલધારી વગેરે હતાં.
૮૮
સાધુતાની પગદંડી