________________
રાત્રે જાહેરસભા નિવાસસ્થાને રાખી હતી. વિમલાબહેન કહ્યું, જ્યાં સંતોની હાજરી હોય ત્યાં મારે શું બોલવાનું હોય ? હું તો મુનિશ્રીને સાંભળવા આવી છું. પણ મહારાજશ્રીએ આગ્રહ કર્યો એટલે પ્રવચન કર્યું. હિંદીમાં બોલ્યાં હતાં. ખૂબ મધુર અને તેજીલાં હતાં. તેમની બોલવાની છટા અને તેમાં નીતરતો પ્રેમ અને આધ્યાત્મિકતા સ્પષ્ટ તરવરતાં હતાં. નમ્રતા, જિજ્ઞાસા, ભાષાની રજૂઆત, ખૂબ સુંદર લાગ્યાં. ભૂદાનનું હાર્દ સમજાવ્યું.
મહારાજશ્રી સાથેની વાતચીતમાં મહારાજશ્રીએ એમને આ પ્રવૃત્તિમાં પડવામાં કયાં બળોએ કામ કર્યું હતું તથા કૌટુંબિક સ્થિતિ વિશે પૂછ્યું. તેમના બાપુજી અકોલામાં રહે છે. પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. સારા વકીલ છે, પાંચ ભાઈઓ છે એક ઇટાલીમાં વિવેકાનંદના શિષ્ય તરીકે રહે છે. એક ભાઈ વિલાયતમાં છે. એક મુંબઈ છે. બેન પણ છે. પોતે ૧૯૫૦માં કૉલેજ છોડી પછી દાદા ધર્માધિકારીનો પરિચય થયો. દાદાએ વિનોબાજીનો પરિચય કરાવ્યો. ત્યારથી ભૂદાનના કામમાં લાગ્યાં છે. પોતે વિલાયત જઈ આવ્યાં છે. ધાર્મિક અભ્યાસ વિશે પૂછ્યું તો હસતાં હસતાં કહ્યું કે ખાસ કંઈ કર્યો નથી. પણ એમના પ્રવચનમાં જણાયું તો ખૂબ અભ્યાસી લાગ્યાં. તા. ૧૮-૯-૧૯૫૪ :
સવારના માલપરાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સાથે વિમલાતાઈનો વાર્તાલાપ રાખ્યો હતો. તેમાં પ્રાર્થનામાં દિલ ન લાગતું હોય તો શું કરવું? ઈશ્વર છે કે નહિ ? વ્યક્તિગત પ્રાર્થના સારી કે સામૂદાયિક ? કૉલેજન, પ્રોફેસરો અને વધુ અભ્યાસીઓનો શબ્દ ભંડાર ઘણો હોય છે. એટલે નવી તાલીમવાળા એનાથી ક્ષોભ પામે છે. લાઘવ ગ્રંથિ બંધાય છે. તો શું સાચું?
તાઈએ જણાવ્યું કે દુનિયામાં દરેક માણસે એક વાત સ્વીકારી છે કે, સચરાચર, એક તત્ત્વ એવું છે કે, જે સતત કામ કરી રહ્યું છે. તેનું નામ તમે ગમે તે આપો કોઈ કહે કે હું નાસ્તિક છું. તો નાસ્તિકતા એ પણ ઈશ્વરનું સ્વરૂપ જ છે. વિષ્ણુ અને ઈશ્વરની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું મરાઠીમાં એનો અર્થ વ્યાપેલું તત્ત્વ થાય છે. મૂર્તિ પણ લોકોએ સ્થાપિત કરેલી શ્રદ્ધાનું પ્રતીક છે. એ પ્રતીક દ્વારા માણસ અમૂર્ત તરફ જવા પ્રયત્ન કરે છે. દરેકની ઈશ્વરની કલ્પના જુદી જુદી હોય છે. કોઈને ઈશ્વર જેવા તત્ત્વો ઉપર શ્રદ્ધા ના હોય અને પ્રાર્થના ના ગમતી હોય તો તે એટલું ધ્યાન
સાધુતાની પગદંડી
૮૦