________________
દાંડી પિટાવે છે.પણ કોઈ લોભી હોય તે ઊંચો થઈને જુએ છે કે હજુ કંઈ પાણી આવતું નથી. આવશે ત્યારે જોઈ લેવાશે. તો એવા માણસો તણાઈ જાય છે. તેમ ભૂમિદાન ચેતવણી આપે છે કે, ચેતજો. નફાનો અર્થ લૂંટ થાય છે. ગજવામાંથી આવે છે. ગજવામાંથી મૂઠી ભરીને લે તો થોડો નફો, વધારે લે તો વધારે નફો. એટલે નફો એટલે લૂંટ છે. આપણે નફો બંધ કરાવવો છે. બધાએ જીવવું છે. હું આ વાત લોકોને કહેવા આવ્યો છું.
જમીન માગું છું તેની સાથે દક્ષિણા માગું છું. એટલે બળદ મળે છે. દક્ષિણા સાથે દાન માગવાનો રિવાજ છે. અલંકૃત કરીને દક્ષિણા અપાય. કન્યાદાન અપાય છે. વૃદ્ધ પિતા નાની કન્યાને દાન આપે છે. એક સભામાં એક જણે કહ્યું, સભામાં જમીન નહિ આપું. મારા ખેતરમાં આવવું પડશે. ત્યાં આપીશું. બે જણ મળ્યા. કંકાવટીમાં કંકુ લઈને સાથે આવ્યો. નવા લૂગડાં પહેરાવ્યાં અને કહ્યું જાવ પેલી જમીનમાં ખેડવા જાવો. બાપ દીકરો હતા. અમે ૧૦ જણ હતા. તે વખેત પેલા માલિકે બંનેને પાસે બોલાવ્યાં. ચાંદલો કર્યો પછી બળદ, હળ આપ્યું અને કહ્યું તમે એ જમીનમાં ખેડો.
સુરતમાં એક જમીનદારે ૧૦ નોકરને ૩૦ એકર જમીનનો ટુકડો આપ્યો. જમીન જાડી-પાતળી હતી એટલે કહ્યું મારા બળદ છે, હળ છે, બી મારે ત્યાંથી લેવાનું. ખર્ચ મારે ત્યાંથી લેવાનો. ખાવાનું મારે ત્યાંથી અને ધાન પકવે તે વેચીને જે પૈસા આવે તે મને આપવાના. બધો ખર્ચ આપતાં જ્યારે પૈસા વસૂલ થાય ત્યારે જમીન એમની થઈ જશે. આવા આવા દાનેશ્વરી મળે છે.
કલ્પના નહોતી એ રીતે અંગ્રેજો ગયા. દીર્ઘ સુત્રીને ખબર પડે. ગાંધીજીને આની ખબર હતી કે એ જવાના જ, તે ગયા પછી રાજાઓ આપણી સાથે બેસી ગયા. આ કંઈ સામાન્ય વાત નહોતી. કોઈના કહેવાથી આ ના બને. નવો યુગ આવ્યો હતો હવે ક્રાંતિ આવી રહી છે. સૌએ મદદ કરવી પડશે. નાના-મોટા સૌ મદદ કરી શકે. પૈસાવાળા પૈસા આપે. જમીનવાળા જમીન આપે, બુદ્ધિવાળા બુદ્ધિ આપે, વિદ્યાર્થીઓ લેસન ના કરે, બાપા કરતાં ડાહ્યા બને. કારણ કે બાપા પેલા યુગમાં જન્મ્યાં છે. આપણે આ યુગમાં જમ્યા છીએ. હમણાં હરિજનબંધુમાં વાંચ્યું કે મુંબઈમાં ૧૮ કરોડની તમાકુ પીવાય છે, ગણો એ કેટલા દેશભક્તો ? અનાજ કેટલું બગાડ્યું અને સાધુતાની પગદંડી