________________
બધા નિરાશ થાય. એટલે વિનોબાએ કહ્યું અમારી ઘંટી આવે, ઘાણી આવે, ધંધા પાછા આવે, મોચી વણકર કારીગર વર્ગ ભૂખે મરે છે. એ ધંધાને સાજા કરવા. અને ટેકો આપવો. ત્રીજી વાત સુટેવો પાડવી છે. મહેનત કરીને ખવાય. બે શરીર છે. એક મોટું જે રોટલા ખાઈને જીવે છે. બીજું સૂક્ષ્મ શરીર તે જ્ઞાનથી જીવે છે. લોકો કહે છે પેટ ના આપ્યું હોત તો બહુ મજા આવત. પણ પેટ ના હોત તો તું ક્યાંથી હોત ? પેટનું પોષણ કરવા ચિંતા ના કરીશ. બે હાથ અને બે પગ તારું રક્ષણ કરશે. એટલે એ બધાની વચ્ચે મૂકું છું. હાથપગ હાલશે એટલે એ પેટ ભરાઈ જશે. હાથ-પગના દાણા અત્યંત સ્વાદિષ્ટ લાગશે. પણ જે હાથપગ હલાવ્યા વગરના માણસ દાણા ખાય છે તેને રોટલી ભાવતી નથી. ચટણી જોઈએ. અથાણું જોઈએ, આ જોઈએ ને તે જોઈએ. ભૂખ હોય તો રોટલો ભાવશે. ભૂખ મહેનતથી લાગે છે.
ઘણા માણસો ઝાડ નીચે નિરાંતે ઊંધે છે અને સાહેબીવાળાને બંગલામાં, તળાઈઓમાં સૂવે તોય ઊંઘ ન આવે. ભગવાને ગરીબોને રોટલાનું અને ઊંઘનું સુખ આપ્યું છે. તવંગરને એ સુખ નથી આપ્યું. એટલે શરીર વડે રોટલા પેદા કરો. હાથે કાંતી કપડું પહેરીએ. ગ્રામઉદ્યોગની ચીજ વાપરીએ. જૂના વખતમાં આપણે વટલાવાની વાત કરતા. વટલાવું એટલે કોઈનું ખાવું તેમ નથી. પણ બીજાની મહેતનનું ખાવું તે વટલાવું. લૂંટવું એ પાપ છે. લૂંટાવું તે પણ પાપ છે. આ બધું જ્ઞાન આપણે લેવું છે. પણ આજની નિશાળો જ્ઞાન પોષક નથી. પોષક બનવું હોય તો ગુણોની આદત પાડવી જોઈએ. અક્ષર ઓળખવા કેળવણી નથી. દુનિયાની ભૂગોળ શીખવી એ કેળવણી નથી. માહિતી છે. માહિતીથી કોઈ વસ્તુ ન મળે તે માટે પ્રયોગ કરવો પડે. પાઠની ચોપડી પાસ કરીએ તો રસોઈ ના થાય. રોટલી કરીએ તે દ્વિપકલ્પ થઈ જાય અને બેટ પણ થઈ જાય. એ તો કેળવણીથી આવડે. નિષ્ણાત કેળવણી આપનાર જોઈએ. ભણાવનારા તો પછીથી પણ મળી રહેશે. આ પણ ભૂદાનનો પ્રકાર છે. શરીરશાસ્ત્રને જાણકાર પાસે શક્તિ દોડતી આવે છે. તેને બોલાવવા જરૂર પડતી નથી. ક્રાંતિને ઓળખનાર પાસે લાભ દોડતો આવે છે. ગરીબો પણ સમજે, માલિકો પણ સમજે. નદી ઉપર છીપા લોકો કપડાં ધોવા જાય છે, જ્યારે પૂર આવવાનું થાય ત્યારે
સાધુતાની પગદંડી
८६