________________
નહિ. મોરપીંછાનું રજોહરણ રાખવું કે ઊનનું રાખવું. આમાં કોઈ ખોટા નથી. પણ રુચિ જુદી જુદી છે. બધાં આંતરિક સાધનો વિકાસ માટે છે ત્યારે સાચું શું ? ઘણીવાર ધર્મના નામે અધર્મ ચાલતો જોઈને માણસ અકળાઈ જાય છે. સંપ્રદાયની ભાંજગડમાં શું કામ પડવું. એમ થાય છે. આ બધું ખોટી વૃત્તિમાંથી જન્મ્યું છે, એમ પણ નથી. પણ એ માટે લાંબો વિચાર કરવો જોઈએ. દરેકને કોઈ ને કોઈ પ્રતીક તો રાખવું પડશે. પણ જ્યારે એનો રૂઢ આગ્રહ થઈ જાય છે, ત્યારે બંધનકારક થઈ જાય છે. એ સાધન મટી સાધ્ય બની જાય છે. ત્યારે વિકાસ અટકી જાય છે. બહારના સાધનોનો આગ્રહ વધે એટલે આંતરિક સાધના નબળી બને. આ માટે વિવેકબુદ્ધિ વાપરીને સમન્વય કરીને ચાલવું જોઈએ. આજે અમારું જ સાચું એવું માનીને ચાલવાનો રૂઢવર્ગ હોય છે. બીજી બાજુ સંપ્રદાય જ ન જોઈએ. સત્કર્મો એ જ ધર્મ, એમ માનીને ચાલવું જોઈએ, એમ માને છે. એ બંને સહિષ્ણુ રહે ત્યાં સુધી ઠીક છે. પણ એક બીજાને હલકા માને તો ધર્મને બદલે ઝઘડા ઊભા થાય છે. એટલે ઝઘડાઓ બંધ કેમ થાય તે જ ખરો વિકાસ છે. સમાજ ધર્મ અને વ્યક્તિ ધર્મ એ બંનેનો મેળ કેમ થાય ? એને ખ્યાલમાં રાખીને ધર્મના બાહ્યક્રિયાકાંડો કે ચિહ્નો રખાય તો આપણે અતડાં નહિ પડી જઈએ. સૌને સાથે રાખીને વિકાસ કરી શકીશું.
તા. ૮-૯-૧૯૫૪
આવતી કાલે શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘની મિટિંગ રવિશંકર દાદાની હાજરીમાં હોવાથી કેટલાંક ભાઈ-બહેનો આવ્યાં. કુંડલાથી નિમુબહેન, હેમુબહેન, માટલિયાના બા, નાગરદાસભાઈ, બાલુભાઈ વૈદ, કેશુભાઈ ભાવસાર વગેરે આવ્યાં.
આ મિટિંગમાં મુખ્ય મુદ્દો પ્રાયોગિક સંઘ અને રચનાત્મક સમિતિ વચ્ચેના
સંબંધોને લગતો હતો.
તા. ૯-૯-૧૯૫૪
એક સભામાં રવિશંકર દાદાએ પ્રવચન કરતાં કહ્યું કે, પૂજ્ય સંતબાલજીનો મુકામ હોવાથી એમનાં દર્શન કરવાના વિચારથી અહીં આવ્યો છું. ઘણાં વખતથી મળવાનો વિચાર કરતો હતો અને આવ્યો. ત્યાં વિદ્યાર્થીઓએ માગણી
સાધુતાની પગદંડી
૮૪