________________
જોઈને આપે. સહન થાય નહિ, તેટલો ત્યાગ આપે તો કાં તો એ તૂટી પડે, કાં તો દંભને પોષે. જેણે પાપ થાય સમાજને નુકસાન થાય એવા દ્વાર બંધ કર્યા છે તે છઠ્ઠો ભાગ ના આપે તો રાક્ષસ નહિ કહેવાય. મફત ગગલ છઠ્ઠો ભાગ આપે અને એક નીતિમય જીવન જીવનાર કંઈ ન આપે તો તે પિલાથી હલકો નહિ ગણાય. કાં તો સમાજે એ વ્યક્તિનું ધારણપોષણ કરવું જોઈએ.
જે આજીવિકાના સાધનથી અમુક વરસમાં સદ્ધર થાય, ત્યારપછી જ તે દાન આપવાનો અધિકારી બને. તા. ૯-૮-૧૯૫૪
આજે ઢેબરભાઈ, જાદવજીભાઈ તથા બાલુભાઈ વૈદ્ય મહારાજશ્રીને મળવા માવ્યા હતા. ઢેબરભાઈએ પ્રાર્થનામાં હાજરી આપી હતી. પછી મહારાજશ્રી સાથે અંગત વાતો કરી હતી. તા. ૧૦-૮-૧૯૫૪
મહારાજશ્રીના આજે પાંચ ઉપવાસ પૂરા થયા. ઉપવાસમાં સાત રતલ વજન ઘટ્યું હતું. ઉધરસનું પ્રમાણ ઓછું થયું હતું. તા. ૧૫-૮-૧૫૪
આજે સ્વાતંત્રદિન હતો. આગલી રાત્રે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો. સવારના ૧૦ વાગ્યે હાઈસ્કૂલમાં ધ્વજવંદન પછી મહારાજશ્રીનું પ્રવચન થયું હતું. તા. ૧૬-૮-૧૫૪
આજે લીંબા પટેલ, કરસનભાઈ અને છગનભાઈ ચોગટવાળા આવ્યા હતાં. ચોગટનો ગ્રામવિકાસ પ્રશ્ન ચર્ચાયો હતો. આ વાતો રાતના બહુ મોડા સુધી ચાલી. તેથી મીરાંબહેન ચીડાયાં. જોકે એ ભાઈઓ ગયા ત્યારપછી આવ્યા હતા. મહારાજશ્રીએ એ માટે થોડો ઠપકો આપતાં કહ્યું, કોઈ વાર જરૂરી કામ હોય અને મોડું થાય તો આપણે ચલાવી લેવું જોઈએ. શરીરની ચિંતા હોય પણ માત્ર શરીરની ચિંતા રાખવી અને સામાજિક કામોમાં દુર્લક્ષ કરવું એ બરાબર નથી.
સાધુતાની પગદંડી
૮૧