________________
સરલાબહેન આ બાબતથી ખૂબ દુઃખી જણાતાં હતાં. તેમનો મુદ્દો એ હતો કે, જે વાત સાચી નથી તેવી વાતો લખીને અમોને બેઆબરુ બનાવ્યાં છે. વળી જો બહેનો સામે આવા આક્ષેપ થતા રહેશે તો કોઈ બહેન જાહેરમાં કામ કરવાની હિંમત નહિ કરે. મારે શું કરવું એ સમજાતું નથી.
મહારાજશ્રીએ બધી વાતો શાંતિથી સાંભળ્યા પછી તેમને સાંત્વન આપ્યું અને કહ્યું કે, આવી જૂઠી વાતોને મન ઉપર ન લેવી. દૂધની દુકાનવાળાને કોઈ દારૂની દુકાનવાળો કહે તેથી તે દારૂવાળો બની જતો નથી. સત્ય હંમેશાં તે જ છે. એમ છતાં આપણે માણસ છીએ. તો દુઃખ જરૂર થાય. પણ એનો ઇલાજ સરકારી પગલાંનો કે જાહેર નિંદા કરવાનો કે જવાબ આપવાનો મને નથી લાગતો. લોકો એની મેળે તે પ્રશ્ન ઉઠાવી લે તેમ કરવું. અને એમાં તમારે ન ભળવું. આજે તો છાપનાર માણસ જાહેર સભામાં માફી માગવા તૈયાર થાય તો પણ લોકો એને બોલવા દે નહિ અને મારે. એ વખતે બાજી તમારા હાથમાં ન રહે, એટલે તમારે તો લોકોને શાંત પાડવા જોઈએ. એની પછવાડે બીજા લોકોનો હાથ હોય તો એ ભાઈઓ પોતાને આ બાબતની લેવાદેવા નથી એટલું જ નિવેદન બહાર પાડે. પણ એ વાત કરવા પણ આત્મારામભાઈ કે બીજો કોઈ જાય થોડા દિવસ પછી કોઈ નૈતિક છાપામાં આ કિસ્સો બહુ સુલભ રીતે ચોખવટ કરતો આવી જાય. વેરનો બદલો વેર નથી. એથી તો કુસંપ વધશે અને સામસામા આક્ષેપો પણ થશે.
ગારિયાધારમાં કોંગ્રેસ સમિતીની ઓફિસમાંથી તેના હોદેદારોને જુગાર રમતાં પોલીસે પકડેલા. આ બાતમી શંભુભાઈએ આપેલી તેની અદાવતથી આવી પત્રિકા છપાઈ છે, તેવો વહેમ આવે છે. તા. ૮-૧૫૪
આજે સવારે બે જીવનદાનવાળા ભાઈઓ અને બે તેમના ભાઈઓ મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે, એક ભાઈ જે જીવનદાની છે. તેઓ પોતાના ભાઈ પાસેથી ૬ઠ્ઠો ભાગ ભૂદાનનો આપવા આગ્રહ કરતા હતા. જ્યારે ભાઈ હમણાં જ વેપારમાંથી ખેતી ઉપર આવ્યા છે. એ સ્વાવલંબી ન થાય ત્યાં સુધી થોભવાનું કહેતા હતા. મહારાજશ્રીએ જણાવ્યું કે, ત્યાગ આપવો હોય તો સાધુ તેની ભૂમિકા
સાધુતાની પગદંડી
7
)