________________
તેમને મળવા માટે અમે ગયા હતા. તેમણે પ્રેમથી સત્કાર્યા અને બધાં ચિત્રો બતાવ્યાં. અને રાષ્ટ્રપતિ ભવનમાં મૂકવાનું ફર્નિચર પણ બતાવ્યું. તા. ૨૯-૭-૧૯૫૪
રાત્રિસભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગઈકાલે વૈદ્યો આવ્યા હતા. તેમની સાથે થોડી વાતો ચાલી.આયુર્વેદ અને એલોપથી પૂર્વ અને પશ્ચિમનું રોગ નિવારણ શાસ્ત્ર છે. બંને વચ્ચે તાત્વિક ફેર છે. એક ચેતનને મુખ્ય માનીને ચાલે છે. બીજું શરીરને મુખ્ય માનીને ચાલે છે. એક માને છે કે, શરીર સારું હશે તો જ વિકાસ થશે. બીજું કહે છે શરીર એ સાધન છે. મનની પવિત્રતા હશે એટલું જ ચેતન સારું રહી શકશે. એટલે કહ્યું વૈદ્ય પણ કેવો હોય ! એ વૈદ્ય ક્રોધી ન હોય, દર્દી ઉપર વાત્સલ્ય વરસાવતો હોય, એવો ગુણવાન હોય, બીજા પ્રાણીઓનું ગમે તેમ થાય, માણસનું સારું થવું જોઈએ. એમ પશ્ચિમ માને છે.
દોષો ક્યાંથી પેદા થયા તે દોષો દૂર કેમ થાય ? તેનો વિચાર પ્રથમ થાય છે. દર્દ કેમ તરત મટે, અને કામે લાગી જાઉં. તે વિચારે છે. પરિણામે એક દર્દ કાઢતાં બીજાં અનેક દર્દો પેસે છે. આપણે ત્યાં પશ્ચિમનું રાજ આવ્યું અને થોડાંક જણે અમારું જ સાચું છે એમ કહ્યાં કર્યું. પરિણામે આપણે પશ્ચિમી બની ગયા. સારું લઈને ખોટું છોડી દેવું જોઈતું હતું.
જો આમ ચાલ્યા કરશે તો આપણો ઉદ્ધાર ન થાય. વાત, પિત્ત અને કફ પડ્યાં છે. છતાં તમો શરીરમાં જે દોષ પડ્યા છે તેને ખોરાક આપ્યા કરશો તો દોષો વધતા જશે. પણ તમો લાંઘણ કરશો તો બચી જશો. અને આરામ થઈ જશે. બીજું શાસ્ત્ર કહે છે પોષણ નહિ આપો અને ઉપવાસ કરાવશો તો માણસ મરી જશે. એવી જ વાત નઈ તાલીમ અને આજના શિક્ષણની છે. બંને વચ્ચે પાયાનો ફેર છે. નઈ કેળવણી કહે છે માણસ બીજાના શોષક થઈને જીવશે ત્યાં સુધી બંને દુઃખી થશે. જ્યારે આજનું શિક્ષણ બુદ્ધિબળથી બીજાને ફેંકીને કેમ લોહી ચૂસવું એ શીખવે છે. આમ સ્પષ્ટ ન લાગતું હોય તો છે. એમ જ બીજું શિક્ષણ એ કહે છે, બીજાને માટે કેમ ઘસાવવું, સારો સત્સંગ કરવો. વિચારોને કેમ કાઢવા, ઓછા કરવા બીજાનો બોજો કેમ ઓછો કરવો. સ્વાવલંબનથી કેમ જીવવું. એ બધી વાતો નઈ તાલીમમાં પડેલી છે. અનાજ વાવવામાં પણ કેટલાક વધુ ૭૮
સાધુતાની પગદંડી