________________
શુદ્ધ સાધનોની જરૂર છે. અમુક માણસે મારું ધાર્યું કામ ના કર્યું. એટલે ડંખ રહી જવાનો. આવા ડંખથી આપણું અને સમાજનું બૂરું થાય છે. માની લો કે સામી વ્યક્તિએ ખોટા સાધનો વાપર્યા તો તેના દિલને અપીલ કરવી હોય તો, તેના તરફ વધારે પ્રેમ રાખવો જોઈએ. વધારે શુદ્ધ સાધનો વાપરવાં જોઈએ. કદાચ સત્તાનું દબાણ કે સમાજનું દબાણ લાવીશું તો કદાચ તે ડરશે ખરો. કદાચ ઉપર ઉપરની વાતો છોડી પણ દે. તોપણ એના દિલમાં એ વસ્તુ રહી જવાની. આપણી ઉપર તે પ્રેમ રાખતો દેખાશ પણ અંતરમાંથી ડંખ ન ગયાને કારણે બીજી વ્યક્તિઓ સામે એ દેખાવાનો. એક ઠેકાણે દૂર કરેલી ગંદકી મનની સફાઈ નહિ થવાને કારણે બીજે ગંદકી થઈ જવાની. ગાંધીજીએ સામાજિક રીતે હૃદયપલટો થઈ શકે એવો પ્રયોગ કર્યો. બ્રિટિશરો સામે કર્યો, મુસલમાનો સામે કર્યો અને સમાજ સામે પણ કર્યો. બનવા જોગ છે કે, કદાચ આની અસર તાત્કાલિક ના પણ થાય. પણ મૃત્યુ પછી પણ તેની અસરો લાંબા સુધી ચાલતી હોય છે. ઘણીવાર આપણે અશુદ્ધ સાધનનો ઉપયોગ કરી લઈએ છીએ. કામ જલદી કરી લેવાની ઇચ્છા હોય છે. સારાં કામ માટે પણ અશુદ્ધ સાધન વાપરીએ છીએ. પણ છેવટે તો પરિણામ અશુદ્ધ જ આવે છે. શુદ્ધ સાધનો માટે પ્રથમ તો નિખાલસતા જોઈએ. આપણે કહીએ છીએ કે, રાજકારણમાં તો ખટપટ જોઈએ. પોલિટિક્સ જોઈએ. બાપુજીએ કહ્યું એ ના ચાલે, બધાં જ કામ એમણે નિખાલસતાથી કર્યા. તેમણે કહ્યું, અમારો વિરોધ તમારી નીતિ સામે છે. અમારો કારભાર અમે ચલાવશું. તમે ચાલ્યા જાવ. વ્યક્તિ તરીકે આનંદથી રહો અને તેમ બન્યું. તા. ૨૮-૭-૧૫૪
આજે અમદાવાદથી રસિકભાઈ વૈદ્ય, છગનભાઈ દેસાઈ, બીજા એક વૈદ્ય, હરિભાઈ જિનના મેનેજર છોટાભાઈ આવ્યા હતા. રસિકભાઈએ મહારાજશ્રીને તપાસ્યા અને ખોરાકમાં ફેરફાર કરીને ઉધરસ, મટાડવાની સલાહ આપી. ખાસ કરીને કફની ઉધરસ છે. આને માટે ખોરાકમાં ફેરફાર કરવાની અને પાંચ લાંઘણ કરવાની સલાહ આપી.
સાંજના અહીંના (ઠાકોર સાહેબ) દાદાસાહેબ જે જાણીતા ચિત્રકાર છે સાધુતાની પગદંડી