________________
છોટુંભાઈ, માટલિયા વગેરે હતાં. વિનતાબહેન પાછળથી આવ્યાં હતાં.
બીજે દિવસે ફલજીભાઈ અને ખડોલના કેશુભાઈ આવ્યા. તેમણે બેંક અને ધિરાણ અંગે થતાં ગાંફના કેસ પ્રકરણ અંગે ખૂબ વાતો કરી. અહીંના આગેવાન ખેડૂતો સાથે પણ વાતો કરી.
તા. ૧૫-૭-૧૯૫૪
વિદ્યાર્થી છાત્રાલયની શરૂઆત થઈ. તેમાં પ્રથમ માટલિયાએ પ્રાસંગિક કહ્યું. બાદમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, તમે બધા વિચારો છો કે, એક નાનું સરખું છાત્રાલય ખોલવું. છાત્રાલય એટલે બધા સાથે રહે. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે અને પોતે લાઠીનો એક નાગરિક બનવાનો છે એટલું જ નહિ પણ પોતે જે કંઈ ધંધો કરે તે પ્રદેશને ઉપયોગી થાય. પોતે સ્વાવલંબી બને. આ બધું તમારે એમાં વિચારવાનું છે. લાઠીમાં ગરીબાઈ પડેલી છે.બીજી બાજુ વિદ્યાર્થી સમાજ છે. ત્રીજી બાજુ કસબો અને ગામડું. બંનેનું સમમિશ્રણ છે. આમાં બધાં અંગોને આપણે વ્યવસ્થિત કરવાના છે. ગુરુપૂર્ણિમાને યાદ કરીએ છીએ. તેની સાથે આપણે કેટલીક સાવધાની રાખવાની છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ બંનેમાં મેળ તો જ પડશે કે બેમાંથી એક પક્ષ સમજણવાળો હશે. ‘વિદ્યા વિનયેન શોભતે' બોલી ગયા. શિક્ષક ગમે તેવા હોય પણ વિદ્યાર્થી સારા હોય તો મેળ પડી જશે. શિક્ષક કહે છે કે, ચા ન પીવી. બહુ નુકસાન કરે છે. માટે તમારે ન પીવી. તેવે વખતે જો વિદ્યાર્થીઓ સામે એમ પૂછે કે તમે પીઓ છો ? તમો પીતા હો તો તમને કહેવાનો અધિકાર નથી. સાચો વિદ્યાર્થી આ વખતે એમ વિચારશે કે
આ શિખામણમાં શિક્ષકનો સ્વાર્થ છે ? મને ફાયદાકારક વાત છે કે નહિ ? એટલે સામો માણસ શું કહે છે તેના કરતાં શું કરે છે, તે જોઈશું. અને જ્યાં મળે ત્યાંથી જ્ઞાન લઈશું તો બંનેને ફાયદો થવાનો છે. કહેનારમાં ભૂલ હશે તો તે પણ સુધારશે. એક કાળે ગુરુ શિષ્યોને ઉપદેશ આપતો. આજે શિષ્ય ગુરુને ભણાવવા પડે છે. બંનેએ અરસપરસ એક બીજામાંથી લેવાનું છે. ઝાડ પહેલું કે બી પહેલું ? ઉપરથી લાગે એટલે કહેવાય કે ઝાડ પહેલું. પણ એનો અંત નથી. આજનો પિતા આવતી કાલે બાળક હશે અને આજનો બાળક આવતી કાલે પિતા હશે. એટલે કહ્યું કોઈને મોટા ના માનશો. ગુણમાં મોટા હોય તે મોટા. પછી તે વિદ્યાર્થી હોય, ગુરુ હોય કે વાલી
સાધુતાની પગદંડી
૩૪