________________
(હરિજનોની) પછી મહારાજશ્રી અને છેલ્લે નાગરિકો, અમલદારો વગેરે ચાલતાં હતાં. ખૂબ ભવ્ય સ્વાગત થયું. જૈનોએ સંઘ તરીકે ભાગ ન લીધો પણ વ્યક્તિગત આવ્યા હતા. આવીને સૌ સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. તેમાં મહારાજશ્રીએ થોડું પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે આજે લાઠીમાં હું પહેલવહેલો આવતો નથી. બીજી વાર આવું છું. પણ ખરેખર આ વરસે ચાતુર્માસ રહેવું પડશે. એવી કોઈ કલ્પના નહોતી. ગયું વરસ હું સાવરકુંડલામાં રહ્યો હતો. ત્યાં મારી એ કલ્પના હતી, જે પ્રયોગ કરવાની ઇચ્છા હતી તે શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘની કલ્પના હતી. તમારા સૌનો પ્રેમ અને સ્વાગત જોઈને એ વાત કહેવાનું વધુ મન થાય છે. હરિજનો, સવર્ણો, મુસલમાનો વગેરે સૌ સ્વરાજ્ય પછી એક જ ઝંખના કરે છે કે સુખનો મારગ કેમ મળી શકે ? ભૂમિદાન આંદોલન પછી લોકોના મનમાં આશાનો સંચાર થયો છે. સાથે સાથે બીજા વિશ્વયુદ્ધની ઝેરી કલ્પના હતી તેના કારણો દૂર થતાં હોય તેમ પણ લાગે છે. પંડિતજી દુનિયાની સાથે પ્રબળ અવાજ કાઢી રહ્યા છે. તે કહે છે દુનિયાની માનવજાત યુદ્ધ ઝંખતી નથી પણ શાંતિ ઝંખે છે. રચનાત્મક શાંતિ ઝંખે છે. દુનિયામાં ઘણા પ્રશ્નો ઊક્યા છે. તેવા વખતે દિલને વિશાળ કરવાની જરૂર છે. લાઠી પાસે હું જે વિચાર મૂકવા માગું છું તે આ છે : જ્યારે પૂર આવે છે ત્યારે તે કાયમ ટકતું નથી. એટલે એનું પાણી સંઘરી લેવામાં આવે. તેને સારી નહેરમાં વળાંક આપવામાં આવે તો એ પાણી ઉપયોગી થાય. ગામડાંના હિત માટે કસબાઓએ અગત્યનો ભાગ ભજવાનો આવશે. મને આશા છે કે ગામડાં આપણા હૃદયમાં વણાઈ ગયાં છે. સત્તા કે ધનની લાલસા વધુ હોય એમ છતાં આપણા દિલમાં એક ઝંખના પડી છે તે કંઈક કરી છૂટવાની. તમે એનો સાથ પુરાવશો એવી આશા રાખું છું.
હવેના યુગમાં જે પ્રવાહ પાછો વાળવાનો છે. તેમાં તમે સૌ કેટલો હિસ્સો આપશો ? વિદ્યાર્થીઓ, અમલદારો, વકીલો, જૈનો સૌએ આ વિચારવાનું છે. આપણે કદાચ લડવાનું હશે તો પણ પ્રેમથી આવશે.ગતિ ધીમી હશે છતાં ચોક્કસ પગલું ભરીશું તો સૌને ફાયદો થશે. ભગવાન એ માર્ગે જવાનું બળ આપે.
અહીં અમારી સાથે નવલભાઈ, સુરાભાઈ, કાશીબહેન, લલિતાબહેન,
સાપુતાના પગદંડી.