________________
જ કરડે છે. એના ઇજેક્ષન સરકારી દવાખાનામાં આવે છે. સાપ સાંભળતો નથી, પણ જમીન ઉપરના અણસારથી તેને ખબર પડી જાય છે. તેની ચામડી જમીનને અડે છે એટલે જમીન ઉપરના અવાજથી તે સાંભળે છે. એમ આપણે કહી શકીએ. સાપ ઉતારવાની ક્રિયા વૈજ્ઞાનિક નથી, એમાં વિશ્વાસ ન ધરાવવો, એને માટે સરકારે અનેક પ્રયોગો કરી તેના ઇજેક્ષના બનાવ્યાં છે. તા. ૭-૭-૧૯૫૪ : ટોડા
વરસડાથી નીકળી ટોડા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. બહેનો-ભાઈઓએ સુંદર સ્વાગત કર્યું. બંને દિવસે રાત્રે જાહેરસભા થઈ. એક દિવસ નવલભાઈએ પોતાના આફ્રિકાના અનુભવો કહ્યા હતા. અહીં સુરાભાઈ, નવલભાઈ, છોટુભાઈ, લલિતાબહેન અને કાશીબહેન આવ્યાં હતાં. અહીં કણબી અને કોળી કોમ વચ્ચે અદાવત ચાલે છે. ચોરીમાંથી મતભેદ ઊભો થયો છે. તા. ૮-૭-૧૯૫૪ : લાઠીમાં ચાતુર્માસ પ્રવેશ
ટોડાથી નીકળી લાઠી આવ્યા. અંતર સાડાચાર માઈલ. ચાતુર્માસ અહીં જ નક્કી થયું હતું. એટલે છોટુભાઈ તા. ૫મીએ અહીં આવી ગયા અને બધી વ્યવસ્થા તપાસી લીધી. જે અધૂરાશ હતી તે પૂરી કરી. અમે આવીને હરિજનવાસ આગળના સંસ્કાર મંદિરમાં રોકાયા. અહીં હરિજનો ભજનમંડળી સાથે એકત્ર થયા હતા. બહેનોએ રાસ લીધા ત્યાં સુધીમાં સ્વાગત માટે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, નાગરિકો વગેરે આવી ગયાં. પ્રથમ મહારાજશ્રીને અનેક સંસ્થાઓ તરફથી સૂત્રહાર અર્પણ થયા.
ત્યારબાદ મહારાજશ્રીએ હરિજન બહેનોને ઉદ્દેશીને ટૂંકું પ્રવચન કર્યું. હરિજન એ કોઈ કોમ નથી. ધંધા માટે ચાર વર્ગો પડ્યા. તેમાંથી ઘણી કોમો થઈ ગઈ. અભડાવું એવું કોઈ શાસ્ત્રમાં નથી. આભડછેટ કાઢવા માટે તમે પણ જાગ્રત થાવ, વ્યસનો છોડો, સ્વચ્છતા રાખો વગેરે કહ્યું. બાદ ભજનમંડળી સાથે સૌ સરઘસ આકારે ઉતારે આવ્યા. અમારો ઉતારો જૂની પોસ્ટ ઑફિસવાળા મકાનમાં દરવાજાની બાજુમાં જ હતો. સરઘસમાં સૌથી આગળ રાષ્ટ્રધ્વજ હતો. પછી વિદ્યાર્થીઓ, પછી બહેનો પછી ભજનમંડળી
૭૨
સાધુતાની પગદંડી