________________
રાખ્યો હતો. અહીં આવતાં રાત્રે નદીમાં પાણી આવેલું એ ઊતરીને આવ્યા. ઠીક ઠીક પાણી હતું. થોડા ભાઈઓ અમારી સાથે આવ્યા હતા.
લોકો દૂર સુધી સામે આવ્યા હતા. ગામ નજીકમાં ભજન મંડળી સાથે બીજા લોકો જોડાઈ ગયા. રાત્રિસભામાં બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અહીં કૃષિવિકાસ મંડળના ૧૮ સભ્યો નોંધાયા હતા. તા. ૨૯,૩૦-૬-૧૫૪, ૧-૭-૧૯૫૪ : અમરેલી
ચકરગઢથી નીકળી અમરેલી આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ન્યાલચંદ મૂળચંદ શેઠને બંગલે રાખ્યો હતો. ૧૯ કાર્યકરો, આગેવાનો, પટેલ બોર્ડિગના વિદ્યાર્થીઓ વગેરે ભજન ગાતાં ગાતાં સરઘસ આકારે મુકામે આવ્યા. મુકામ ઉપર મહારાજશ્રીએ ટૂંકું પ્રવચન કર્યું. પ્રથમ ડૉ. હરિપ્રસાદે આવકારતું પ્રવચન કર્યું અને અમરેલીનું જાહેરજીવન જે ચૂંથાઈ ગયું છે અને વ્યવસ્થિત કરવા આવા મહાપુરુષો આપણને માર્ગદર્શન આપે એ પ્રાર્થના કરી.
બપોરે ૪-00 થી પ-૦૦ લાઈબ્રેરીમાં બહેનોની જાહેરસભા થઈ હતી. રાત્રે લાઈબ્રેરી આગળ જાહેરસભા થઈ. બહુ મોટી સંખ્યામાં ભાઈબહેનો આવ્યાં હતાં. મહારાજશ્રીએ ભૂરીબાઈનું દાંત આપી હૃદય પલટાથી સૌને એક થવાની અને બધા વર્ગો સાથે પ્રેમથી રહેવાની વાત કરી. સામાન્ય રીતે છેલ્લાં વર્ષોમાં અમરેલીમાં બહુ મોટી સભા થતી નહોતી. સમાજવાદનું જોર વિશેષ હોઈ વિરોધી સભામાં તોફાન થવાનો ભય રહે છે. પણ આ વખતે સુંદર સભા થઈ. મહારાજશ્રીએ અમરેલીને અમરેલી શબ્દથી નવાજવું.
બીજે દિવસે બપોરના જૈન બોર્ડિગમાં પ્રવચન થયું. પ્રથમ ન્યાલચંદભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. અને ૧૦ વરસ પહેલાં આ સંસ્થામાં પધારેલા ત્યારનો ખ્યાલ આપ્યો હતો.
મહારાજશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થી એ આવતી કાલનો નાગરિક છે. તેને માત્ર, આંકડાશાસ્ત્ર એકલું ભણાવવાનું નથી. પણ ભણતરની સાથે ચણતર કરવું પડશે. બાપુજીએ શિક્ષણમાં નવીન સમાજરચનાનું ચિત્ર મૂક્યું. દા.ત. અમે બોર્ડિંગમાં પેઠા કે બતાવવામાં આવ્યું કે, અહીં નાનો સરખો બાગ બનાવવાનો છે. જૈનો માટે આ નવી વાત છે. ખેતીમાં જીવો ઉત્પન્ન કરવા ૬૮
સાધુતાની પગદંડી