________________
બીજે દિવસે સભા રાખી હતી. તેમાં સર્વોદય કાર્યકર, બાબુભાઈએ ગોચર સુધારણા કેવી રીતે થાય એ માટે પોતાનો અનુભવ કહ્યો. ગોચરના ચાર ભાગ પાડી દેવા. એક ભાગમાં ઢોર, બિલકુલ દાખલ ન કરો. બીજા ત્રણ ભાગમાં દશ-દશ દિવસના વારા કરવા. જેના કારણે મોટા ઘાસથી ઢોરને ચરતાં ફાવે, ચોથા ભાગમાં મોટું ઘાસ થાય એટલે એનું બી થાય. તેમાં ચારવા માટે ઢોરદીઠ અમુક રકમ લેવાય. તે રકમ આની સાચવણી અને વાડ બનાવવાના ખર્ચમાં વપરાય.
બીજી વાત સાયલેજની કરી. દશ ફૂટ ઊંડો અને પહોળો ખાડો કરી અંદર ઘાસ કે જુવારના ટુકડા કરી નાખવા અને ફૂટ-દોઢ ફૂટે થોડું મીઠું અને ગોળ નાખવો. સારું દબાવી ઘાસ ભરવું, પછી ઉપર કંતાન કે એવું કંઈક નાખી માટી નાખી દેવી. ઉનાળામાં એ ખાડો ખોલવો. ઘાસ અથાઈને ખટમધુરું થઈ જાય છે. ઢોરને ખૂબ ભાવે છે અને એમાંથી એનું દૂધ વધે છે. એટલે આ પ્રયોગ દરેક જણે કરવા જેવો છે. એમ સમજાવ્યું. તા. ર૬-૬-૧૫૪ : ખંભાળિયા
પીઠવાજાળથી નીકળી ખંભાળિયા (વિઠ્ઠલપુર) આવ્યા. અંતર સાડા ચાર માઈલ. વચ્ચે શેત્રુંજી નદી આવી હતી. ઉતારો સરકારી ઉતારામાં રાખ્યો હતો. લોકોએ સામા આવી સ્વાગત કર્યું. અહીં ડૉ. હરિપ્રસાદ અને બાબુભાઈ વગેરે આવ્યા હતા.
રાત્રિ સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે અમરેલી જિલ્લો ગુજરાતનો જ એક ભાગ છે. આપણા દેશમાં પૂજા અને પ્રશંસા કોની થાય છે ? રાજા મહારાજા થઈ ગયા. માંધાતા થઈ ગયાં. પણ તેને કોઈ યાદ કરતું નથી. એની કોઈ પૂજા કરતું નથી. તેની સાથે ધરતી ગઈ નથી. લોકો ત્યાગી હોય એને પૂજે છે. ગોકુળને યાદ કરીએ છીએ. કૃષ્ણને યાદ કરીએ છીએ. કારણ કે આપણા ગામડાંમાં પણ ગોકુળ આવે. એના માટે ઝંખીએ છીએ. કૃષ્ણ પ્રત્યે ગોપીઓનો એટલો બધો પ્રેમ એ કંઈ પૈસા મેળવવા માટે નહોતો. પણ જે દિલનો પ્રેમ હતો. તે જ તેમનું આકર્ષણ હતું. આ પ્રેમની કથા હજારો વરસથી ગાઈએ છીએ. છતાં મનમાંથી એ ચિત્ર ખસતું નથી. એ નામનો પ્રેમ એટલો બધો છે કે, એ ઝરો સતત વહ્યા કરે છે. મનને મસ્ત બનાવે છે. અક્રૂર જયારે શ્રીકૃષ્ણને તેડવા આવે છે ત્યારે જનતા દુઃખી થાય
સાધુતાની પગદંડી