________________
જામનગરથી મગનભાઈ વોરા તથા તેમનાં દીકરી ચંદ્રાબહેન મળવા આવ્યાં હતાં. આ દિવસોમાં શ્રી માટલિયા, અમૂલખભાઈ, લાલજીભાઈ સાથે પ્રાયોગિક સંઘના કામને વ્યવસ્થિત ગોઠવવા માટે ચર્ચા કરી અને માટલિયાભાઈ એ હવે માલપરાના કામમાંથી ફારેગ થઈ પ્રાયોગિક સંઘના કામમાં ગોઠવાવાનો નિર્ણય કર્યો તા. ૧૧-૬-૧૯૫૪ : નેસડી
સાવરકુંડલાથી નીકળી નેસડી આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ધર્મશાળામાં, ગામ લોકોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું હતું. અમૂલખભાઈ અહીં જ રહે છે. બપોરના ૪-૦૦ વાગ્યે આગેવાનોની મિટિંગ રાખી હતી. રાત્રે જાહેરસભા થઈ હતી. આ વિભાગમાં કૃષિ વિકાસ મંડળનું સંગઠન બરાબર થાય એ માટે રોજ રાત્રે તેમાં થનારા ફાયદા વિશે રોજ સમજ આપતાં હતા. અહીં ૧૨ સભ્યો નોંધાયા હતા. તા. ૧૨-૬-૧૫૪ : દીટલા
નેસડીથી નીકળી દીટલા આવ્યા. અંતર બે માઈલ. ગામ લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું. રતિભાઈ ગોંધિયા અગાઉથી આવી ગયા હતા. રાત્રિ સભામાં કૃષિ વિકાસ મંડળ વિશે સમજણ આપી. ૧૫ સભાસદો નોંધાયાં. હવે સૌરાષ્ટ્રની હદ પૂરી થઈ મુંબઈ રાજ્યની હદમાં દાખલ થયાં.
તા. ૧૩-૬-૧૯૫૪ : કમીકેરાલા
દીટલાથી નીકળી કમી કેરાલા આવ્યા. આ બંને ગામ વચ્ચે બે ફલંગનું અંતર છે. આ બેઉ ગામે ત્રણ વરસ પહેલાં મુંબઈ રાજયમાં લેવીનું રૂ. ૧૦,૦OOનું પ્રથમ ઇનામ મેળવ્યું હતું. આ રકમ શાળા કરવા વાપરવામાં આવી છે. અને તેમાં રૂ. ૨૦,૦૦૦ મુંબઈ રાજયના કેળવણી ખાતાએ ઉમેરી રૂ. ૨૮,૦૦૦માં બેઉ ગામ વચ્ચે શાળાનું મકાન બનાવ્યું છે. અમારો ઉતારો આ શાળામાં હતો. અહીં બપોરે ચાર વાગ્યે અને રાત્રે જાહેરસભા થઈ હતી. બહેનો સારી સંખ્યામાં આવ્યાં હતાં. તા. ૧૪,૧૫-૬-૧૯૫૪ : ચલાળા
કમીકેરાલાથી નીકળી ચલાળા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ખાદી કાર્યાલયમાં રાખ્યો. કાર્યકરો તથા ગામે દૂર સુધી સામે લેવા આવ્યા હતા. ૬૪
સાપુતાની પગદંડી