________________
વિચારભિન્નતા હોય તોપણ ઉદારતાથી દરેક પ્રશ્નને વિચારવા જોઈએ. સોના વિચારો, સૌની રીતે સાચા હોય છે. એટલે આચરણથી જ તેનો સાચો જવાબ મળી શકે.
રાત્રે પ્રાર્થના બાદ મુનિશ્રીએ કાર્યકરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે પ્રેરકબળ વગર સાધક ટકી નહિ શકે. આંતરિક તેમ જ જનતાનું એમ બંને ઠેકાણેથી આ બળ મેળવવું જોઈએ. સભા પછી આશ્રમ તેમ જ બહારના કાર્યકર ભાઈઓએ રાસ-ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો. તા. ૫-૬-૧૯૫૪ : ગોરક્કા
ગામ આગેવાનોએ અને ખાસ કરીને હરિજનોએ સામે આવી સ્વાગત કર્યું. ઉતારો નાગભાઈને ત્યાં રાખ્યો હતો. અહીં આભડછેટ ઘણી લાગી. શાળામાં હરિજન બાળકો આવતાં, ગામે શાળાનો બહિષ્કાર કરેલો તેથી સરકારે શાળા હરિજનવાસમાં ચલાવી. પણ પાછળથી સમાધાન થવાથી શાળા મૂળ જગ્યાએ આવી ગઈ. તા. ૬-૬-૧૫૪ : રામગઢ
ગોરકડાથી રામગઢ આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. નરસિંહભાઈ ગોંધિયા પ્રવાસમાં સાથે રહ્યા છે. સાંજે ચાર વાગ્યે ચોરા ઉપર જાહેર સભા રાખવામાં આવી હતી. તા. ૭-૬-૧૯૫૪ : બાઢડા
રામગઢથી નીકળી બાઢડા આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો ચોરામાં રાખ્યો હતો. બપોરના જાહેરસભા થઈ. તા. ૮,૯,૧૦-૬-૧૯૫૪ : સાવરકુંડલા
બાઢડાથી નીકળી સાવરકુંડલા આવ્યા. અંતર પાંચ માઈલ. ગામે અને કાર્યકરોએ સ્વાગત કર્યું. સરઘસ આકારે ગામમાં ફરીને સ્ટેશન સામેની કાઠી બોર્ડિંગમાં ઉતારો કર્યો. અહીં કાર્યકરોનું જાહેર સંમેલન રાખ્યું હતું. મહારાજશ્રીએ એમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને સેવાકાર્યમાં માર્ગદર્શન આપ્યું હતું. ખાદી બોર્ડવાળા ઝવેરભાઈ પટેલ મળવા આવ્યા હતા.
સાધુતાની પગદંડી
૬ 3