________________
ઉતારે રાખ્યો. હવે અહીંથી જાનીભાઈ પ્રવાસમાં અમારી સાથે રહેશે. રાત્રે સભામાં કૃષિ વિકાસ મંડળ રચના અંગે વાતો થઈ. કેટલાક સભ્યો નહોતા આવ્યા. તા. ૨૫-૫-૧૯૫૪ : વિજયાનગર
મોટા ઝિંઝડાથી નીકળી વિજયાનગર આવ્યા. અંતર ૩ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. સભામાં કૃષિ વિકાસ મંડળ અંગે વાતો થઈ. આઠ સભ્યો નોંધાયા. આ ગામ રંધાળા તળાવ બંધાવવાથી નવું વર્યું છે. લોકોએ સારી પ્રગતિ કરેલી છે. તા. ૨૬-૫-૧૯૫૪ : ગાધક્કા
વિજયાનગરથી નીકળી ગાધકડા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ ભજન-મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. અહીં મુસલમાનોની વસ્તી ઘણી હતી. પણ ભાગલા પછી લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા છે. બપોરે બહેનોની સભા થઈ હતી. તા. ૨૭,૨૮-૫-૧૯૫૪ : નિખાળા
ગાધકડાથી નિખાળા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો સરકારી ઉતારે રાખ્યો હતો. ગામલોકોએ ભજન-મંડળી સાથે સ્વાગત કર્યું. રાત્રે સભામાં મહારાજશ્રીએ ગ્રામસંગઠન અંગે સમજણ આપી. બીજે દિવસે બપોરના બહેનોની સભા રાખી હતી. મહારાજશ્રીએ રામાયણનો સાર અને ભૂરીબાઈનાં વિનયનું દૃષ્ટાંત આપ્યું હતું. બાળકોને ચા ન પાવાની સમજણ આપી. તા. ૨૯-૫-૧૯૫૪ : છાપરી
નિખાળાથી છાપરી આવ્યા. અંતર બે માઈલ. ઉતારો ભીમજીબાવાને મકાને રાખ્યો હતો. ગામ લોકોએ ભજન-મંડળી સાથે સ્વાગત કર્યું. વિકાસખાતાની મદદથી નિશાળનું નવું મકાન તૈયાર કર્યું છે. ગામલોકોએ શ્રમ કર્યો હતો. રાત્રિ સભામાં ગ્રામસંગઠનોની વાત થઈ. તા. ૩૦-૫-૧૯૫૪ : ડેડક્કી.
છાપરીથી નીકળી ડેડકડી આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો મંદિરમાં રાખ્યો હતો. રાત્રે સભા સારી થઈ. ગામમાં મતભેદ હોય એમ લાગ્યું.
સાધુતાની પગદંડી
૬૧