________________
તા. ૨૧-૫-૧૯૫૪ : મેડા
ફિફાદથી નીકળી સાંજના મેકડા આવ્યા. મેકડાના ભાઈઓ ઠેઠ ફિફાદ સુધી સામે આવ્યા હતા. પૂનમચંદભાઈ, પ્રવીણભાઈની મંડળી રસ્તામાં સુંદર ગીતો ગાતી હતી. અમારી સાથે આ વખતે ઘણા માણસો હતા. અમૂલખભાઈ ખીમાણી આગળથી આવી ગયા હતા. તા. ૨૨-૫-૧૯૫૪ : પીઆવા
મેકડાથી નીકળી પીઆવા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો જનમંદિરમાં રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું.
બપોર પછી ભરવાડભાઈઓનું સંમેલન રાખ્યું હતું. પ્રથમ ભરવાડોએ પોતપોતાની મુશ્કેલી રજૂ કરી. ગોચર નક્કી કરવા ખેડૂતો જમીન દબાવે છે અને દૂધ વેચવાની મુશ્કેલી રજૂ કરી. મહારાજશ્રીએ નીતિની વાત કરતાં કહ્યું કે દૂધમાં મણ ઉપર બે આના લેખે બચત કરો. પાણીની ભેળસેળ કરવી નહિ. સહકારી મંડળી બનાવવી અને સામાજિક સુધારા કરી બાળકોને ભણાવવા જણાવ્યું. સમાજમાં દિયરવટાનો જે રિવાજ છે તે આપણા માટે બરાબર નથી. ત્યાં એક ભાઈ બોલ્યા, કૃષ્ણ ભગવાને અમને દિયરવટુ કરવાનું કહ્યું છે. મહારાજે કહ્યું લક્ષ્મણે સીતાને “મા” કહી હતી. દિયરવટું કરવાની પ્રથા હતી. દિયર ખોટી નજર રાખતો થઈ જાય છે. વળી ભોજાઈ દિયરને હીંચકતી હોય એટલાં નાના સાથે વળાવવામાં આવે છે. ૧૪ વરસનો છોકરો અને ૨૪ વરસની ભાભી એનો મેળ કેમ પડે ? આપણે તો આગળ વધવું છે ને એટલે એ બાબત વિચારજો. તા. ૨૩-૫-૧૯૫૪ : પીઠવડી
પીઆવામાંથી નીકળી પીઠવડી આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ગ્રામપંચાયતમાં રાખ્યો હતો. અમૂલખભાઈ સાથે જ હતા. અહીં લલ્લુભાઈ શેઠ, નીમુબહેન, કેશુભાઈ, ભાઉસાબ, પ્રભુદાસભાઈ અને દુલેરાય માટલિયા આવ્યા હતા. ચોગઠનો પ્રશ્ન ઉકેલવા માટે. માટલિયાનો એક પત્ર લઈને માણસ આવ્યો. તા. ૨૪-૫-૧૯૫૪ : મોટા જીજુડા પીઠવડીથી મોટા જીજુડા આવ્યા. અંતર ૩ માઈલ. મુકામ સરકારી
દO
સાધુતાની પગદંડી