________________
છટા પડીને પણ અન્ય ગુરુઓ કરી લે છે. દત્તાત્રેય કેટલા ગુરુ બનાવ્યા એવી રીતે વિશ્વગુરુ બનાવી લે છે. એટલે પોતે નમ્ર બને છે. પહેલાં જે અભિમાન હોય છે તે દેહાભિમાનથી માણસ પડી જાય છે.
આજે જે પ્રણાલી છે તેમાં માણસ ઠેલણગાડીને જ વળગી રહે છે. સંપ્રદાય, મૂર્તિ કે ગુરુને છોડતો નથી. એ અવલંબન છે. ધ્યેય નથી. છતાં એમાં માણસ મુગ્ધ બની જાય છે માણસ રમત રમવા જાય છે, ત્યારે પ્રથમ તો ખબર નથી કે હું હારીશ કે જીતીશ ? પણ મોજ ખાતર રમે છે. પણ પછી એની હારજીતની મમતા એને ચોંટી પડે છે. હું પાલીતાણા મંદિરમાં ગયો હતો. એમાં નાગપાસનું ચિત્ર જોયું. માણસ એમ ફસાઈ જાય છે. જાણીતા તત્ત્વવિદ્ કૃષ્ણમૂર્તિએ કહ્યું, આજે ગુરુની જરૂર નથી. ગુરુ લોભી, શિષ્ય લાલચુ બંને ડૂબે છે. દયાનંદ સરસ્વતીએ કહ્યું, મૂર્તિ જ ન જોઈએ. એનો અર્થ એ નહિ કે, અવલંબન ના જોઈએ પણ લોકો જ્યારે એમાં લુબ્ધ બની જાય છે ત્યારે તેને છોડવી પડે છે. હઝરત સાહેબને પણ એ જ અનુભવ થયેલો. લોકો સંખ્યાબંધ મૂર્તિઓને માનતા. છોકરાનું બલિદાન આપતા. એટલે હઝરત સાહેબે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો છે.
પ્રશ્ન : મોક્ષ એટલે શું ?
ઉત્તર : આ પ્રશ્નને એટલો બધો ગહન બનાવી દીધો છે કે, નાના માણસોને એમાં રસ જ આવતો નથી. મને લાગે છે કે એટલો બધો આ ઝીણો વિષય નથી. તેમ ચીકણો પણ નથી. મોક્ષ એટલે સિદ્ધ-શિલા કે સ્વતંત્ર સ્થાન મારી કલ્પનામાં નથી. રાગ, દ્વેષથી મુક્ત થયો એટલે મોક્ષ. જૈિનાચાર્યોએ કહ્યું કપાયોથી મુક્તિ એનું નામ મોક્ષ. માણસે એવી કલ્પના કરી છે કે, શરીર છૂટી જાય પછી કંઈ કરવાનું નહિ. એક ભાઈ કહેતા હતા કે જૈનોનું કેવળજ્ઞાન મને થઈ જાય તો સટ્ટાની મને મજા આવે. એમણે તો મશ્કરીમાં કહ્યું, પણ સતત જાગ્રતિ એ સ્થિતિનું નામ મોક્ષ. સામ્યભાવનું જ્ઞાન એનું નામ મોક્ષ. સમાજ ઊંચો જાય તો એમાંથી મોક્ષ મેળવનારા પાકે. સમાજ નીચી કક્ષાએ ઊતરી જાય તો એમાંથી મોક્ષ મેળવનારા ઓછા મળે.
પ્રશ્ન : ધર્મ સિવાયનું જીવન કેવું હોય ? સાધુતાની પગદંડી