________________
ઉત્તર : એકડા વિનાના મીંડા જેવું. સવાલ એ છે કે ધર્મ કોને કહેવો. લેબલ એ ધર્મ નથી. ચિહ્નો એ ધર્મ નથી. માટલાનો આંક એ ગોળ નથી. પણ તત્ત્વ એ ધર્મ છે. અહિંસા, સત્ય, દયા વગેરે ગુણો હોય એ ધર્મ છે.
પાલીતાણામાં તા. ૭મીએ સવારે ડુંગર ઉપર દહેરાં વગેરે જોવા ગયા. સવારના છ વાગ્યે ચાલવાની શરૂઆત કરી. અને ૧૨ વાગ્યે પાછા આવ્યા. તબિયતના કારણે ચઢવું સહેજ અઘરું લાગતું હતું. કેટલાયને મુખપત્તિવાળા મહારાજ દેહરામાં જતા જોઈ નવાઈ લાગતી હતી. ખાસ કરીને મારવાડી લોકોને એ જોઈ વધારે નવાઈ લાગતી. એક બાઈ મળી કહે મહારાજ તમારાથી મંદિરમાં જવાય ? રાત્રે બે ચાર મારવાડી આવ્યા. મને (મણિભાઈને) કહે મહારાજ મંદિરમાં ગયા હતા. અને દાદાને નમીને વંદના કરી હતી ? મેં કહ્યું દાદા તો આપણી અંદર જ બેઠા છે. ખાસતો ઐતિહાસિકતા જોવા ગયા હતા. કોઈએ પૂછ્યું, આટલી ટૂંકી મુહપત્તી કેમ ? કોઈ સુધારક વિચારણાના પણ મળતા હતા. નવ ટૂક(શિખર)નાં દર્શન કર્યા. જુદી જુદી વ્યક્તિઓએ મંદિરો બંધાવ્યાં છે. તેના નામ ઉપરથી ટૂકો ઓળખાય છે. એકમાંથી બીજામાં એમ બધી ટ્રકોનો સંબંધ છે. પ્રથમ ટૂંકમાં આ રખેવાળી કરે છે. પેઢી તેની વ્યવસ્થા કરે છે. પણ પૂજા વગેરે મુજાવર (ફકીર) કરે છે. ૧૦ કુટુંબ એના ઉપર નભે છે. પારણું બંધાવાની લોકો બાધા માને છે. ડુંગર ઉપરથી શેત્રુંજી નદીનું વહેણ દેખાય છે. ડુંગર ઉપર ચઢવા માટે પાકાં પગથિયાં છે. બંને બાજુ વૃક્ષોની હારમાળા છે. થોડે થોડે અંતરે યાત્રાળુને પીવાના પાણીની વ્યવસ્થા છે. ડોળીવાળા ઘણાં હોય છે. | મુખ્ય મંદિરનાં દર્શન કર્યા. આંગી વગેરે ચઢાવેલી હતી અને આરતી ચાલતી હતી. એક મહેતાજી અમારી સાથે હતા. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તેમણે આગ્રહ કર્યો મહારાજશ્રી થોડીવાર થોભો. દાદાના ઘરેણાં વગેરે કેવાં છે કેટલા કિંમતી છે એ બધું જુઓ અને આંગી વગરના દાદાના દર્શન કરો. મહારાજે હસતાં હસતાં કહ્યું, જોયું. અમારે મોડું થાય છે. પણ પેલા ભાઈએ જરા વધારે આગ્રહ રાખ્યો. બેચાર બીજા જૈનો પણ એકઠાં થઈ ગયાં. “સાધુને મોડું શું અને વહેલું શું ?' આવ્યા છો તો દાદાનાં દર્શન કરતા જાઓ અને બધું જુઓ તો ખરા ! ભવ્યતાનો ખ્યાલ આવશે. આ અતિઆગ્રહથી અમારી સાથે આવેલાં સનતભાઈ કવિથી ના રહેવાયું એટલે
સાધુતાની પગદંડી
૫૪