________________
મરવાના છો. મહિને પગાર આવવાનો જ છે. અમે કહ્યું તમે બંને એક થાઓ ખેડૂતનો માલ થોડો વખત તે સંઘરી રાખી શકે તેવી સ્થિતિ ઊભી કરો. એને ૧૦ મળે તો તમોને બંનેને ફાયદો થાય. આ તો ખાનાર, વાપરનાર બંને દુઃખી ધાય છે અને વચ્ચે દલાલ ખાઈ જાય છે. તા. ૧૫-૫-૧૯૫૪ : નડક્લા
જેસરથી નીકળી જડકલા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં સખ્યો. પ્રવાસમાં અમૂલખભાઈ સાથે જ હતા. રાત્રે સભામાં કૃષિવિકાસ મંડળ અંગે વાતો કરી. તા. ૧૬-૫-૧૯૫૪ : હિપાવડલી
જડકલાથી નીકળી હિપાવડલી આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામ લોકોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું. બપોરના ચાર વાગ્યે ખેડૂતોની સભામાં સહકારી પ્રવૃત્તિના ફાયદા અને ગ્રામસંગઠન શા માટે એની ઝીણવટભરી સમજૂતી આપી. તા. ૧૭, ૧૮-૫-૧૯૫૪ : મોટા ભમોદરા
હિપાવડલીથી નીકળી મોટા ભમોદરા આવ્યા. ગામે સ્વાગત કર્યું. દરબારોની વસ્તી મુખ્ય છે. પહેલાં ખેડૂતો અને દરબારો વચ્ચે ઝઘડો ચાલતો હતો. વેઠનો કોઈ પાર નહોતો. દરબાર ગાડાં જોડાવે, લોટ દળાવે, છાપરાંના નળિયાં ચળાવે. ભાગ ઓછો આપે, વગેરે દૂષણો હતાં. દાણીભાઈ કરીને એક ભાઈ અહીં બેઠા. તેમણે દરબારોએ માર્યા. પણ તેઓ હિંમતબાજ હતા એટલે કંઈ ઊપજયું નહિ.
બીજે દિવસે ૩-૦૦ વાગ્યે કુંડલા તાલુકાના ઘાંચી ભાઈઓનું એક સંમેલન રાખ્યું હતું. અમૂલખભાઈ આવ્યાં હતાં. ઘાંચીની ઘાણી એક ગ્રામ ઉદ્યોગ છે. તેને ટકાવવા માટે સાથે ઘાંચીને થોડી ખેડાણ જમીન મળે એ માટે સરકારે કુંડલા તાલુકા પૂરતી માગણી થયેથી છૂટ આપી છે. હવે તેમની સહકારી મંડળી બનાવવાની છે તે દ્વારા રૂ. ૫૦૦૦નું ધિરાણ કરી શકશે. મહારાજશ્રીએ કહ્યું કે ઘાણી એ પૂરક ધંધો છે. તમે ગામ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે તેલમાં કોઈ જાતનું મિશ્રણ કરશો નહિ.
સાધુતાની પગદંડી
પ૭