________________
તેમણે કહ્યું, મહારાજને ઘરેણાં જોવામાં ના હોય, એમને તો વીતરાગતા સાથે સંબંધ હોય. ચર્ચા જરા વધી પડી. આ ચર્ચાનો વિષય નહોતો. પેલા ભાઈ એમની બુદ્ધિ પ્રમાણે ભાવનાથી કહેતા હતા. એમને મન તો આ બો ઠાઠ મહત્ત્વનો હતો. જયારે ખરી રીતે તો મૂર્તિ પછવાડેની વીતરાગતા મહત્ત્વની હતી. પરંતુ આપણી શ્રદ્ધા વધે એટલા માટે કંઈ ને કંઈ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. મહારાજશ્રીએ પ્રેમથી તેમને સમજાવ્યા. અહીં નેમિનાથની ચોરીવાળા મંદિરમાં કારીગરી સુંદર લાગી અને મોતીશાની ટૂંકમાં સ્ફટિકની બે મૂર્તિઓ સુંદર લાગી.
યાત્રાળુઓ ધાર્મિકતાને કારણે મોટી સંખ્યામાં અહીં આવે છે. પણ પાર્મિકતાનો પાયો સ્વચ્છતા છે. એ કોઈ સમજતું નથી. ઠેરઠેર ગંદકી કરી મૂકે છે. જ્યાં ત્યાં કુદરતી હાજતે-જંગલ બેસી જાય છે. ધર્મશાળાઓ ઘણી છે અને સાધુસાધ્વીઓ મોટી સંખ્યામાં અહીં રહે છે. તા. ૮,૯-૫-૧૫૪ : ભૂતડીયા - પાલીતાણાથી નીકળી ભૂતડીયા આવ્યા. અંતર છ માઈલ. અહીં કોઈ ગામ નથી. પણ જોરસિંહભાઈ કવિનો સર્વોદય આશ્રમ છે. ડુંગરાઓની વચ્ચે સુંદર સ્થાન છે. અમારી સાથે સંસ્કાર શિબિરનો વિદ્યાર્થી કેમ્પ હતો. એમણે રસ્તામાં મહારાજશ્રી સાથે જુદા જુદા પ્રશ્નો અંગે ઘણી વાતો કરી. તેઓ બીજે દિવસે રાત્રે પાછા ગયા. દરમિયાન તેમની સાથે ત્રણ વાર્તાલાપમાં જુદા જુદા પ્રશ્નો ઉપર સુંદર ચર્ચા થઈ. એમને ખૂબ આનંદ આવ્યો. જોરસિંહભાઈના કુટુંબે એમની બધી વ્યવસ્થા કરી હતી. તેઓ બધા બીજે દિવસે રાત્રે પાછા ગયા. તા. ૧૦-૫-૧૯૫૪ : ભંડારિયા
ભૂતડીયાથી નીકળી ભંડારિયા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. જો રસિંહભાઈ આગળથી આવી ગયા હતા. એટલે ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. રસ્તામાં જૈનબહેનોએ ચોખાના સાથિયા પૂરી મહારાજશ્રીને વંદના કરી. અહીં ચારે બાજુ ડુંગરા આવેલાં છે. તેમાં એક તળાવ બાંધ્યું છે.
સાધુતાની પગદંડી
૫૫